સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વિકાસ કામોની વણઝાર
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.
ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ રસ્તાઓ હોય કે ચેકડેમો હોય કે પછી નદીઓ પરના બ્રિજ નવા બનાવવાના હોય કે પછી રીપેરીંગ કરવાના હોય તેમાં ગુણવત્તા યુક્ત અને ક્વોલિટીના કામો થવાના ધ્યેય સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા ભોંકરવા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનુ લોકાર્પણ કર્યુ હતુ ત્યારબાદ ડેડકડી ગામે પણ રૂપિયા ૧૭ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયતનું ડેડકડી ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખુલ્લું મૂક્યું હતું.
વધુમાં વણોટ ગામે જાહેર હરાજીથી આપેલા પ્લોટનું સનદ વિતરણ કર્યું હતું જેમાં 68 જેટલા લાભાર્થીઓને પ્લોટ માટે સનદનું વિતરણ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા દ્વારા કરવામાં આવ્યુ હતું, અંતમાં મેરીયાણા ગામે પણ આધુનિક રીતે તૈયાર કરેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરી ગ્રામજનોની સુવિધામા વધારો કરવામાં આવેલ. આ સમગ્ર વિકાસશીલ કાર્યોના કામોમાં ધારાસભ્ય શ્રી કસવાલાની સાથે જિલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, તાલુકા સરપંચ એસોસીયેશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ દિનેશભાઈ કાછડ, પ્રફુલભાઈ વેકરીયા, ભાજપ આગેવાન જયસુખભાઈ સાવલિયા, હરેશભાઈ ભુવા, સુરેશભાઈ સાવલિયા, ધીરુભાઈ બાંભણિયા, નરેશભાઈ કાતરીયા, ભોંકરવા સરપંચશ્રી વાસુરભાઈ મોરી, ડેડકડી સરપંચશ્રી નિલેશભાઈ ઘેવરીયા, વણોટ સરપંચશ્રી જીગ્નેશભાઈ કાછડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશભાઈ વાઘાણી, તલાટી કમ મંત્રીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી હિરપરાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.