સૂત્રાપાડા ખાતે ધન્વન્તરી પૂજન તેમજ આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો
૫૦૦થી વધુ લોકોએ અગ્નિકર્મ ચિકિત્સા, જરા ચિકિત્સા સહિત આયુર્વેદિક સારવારનો લાભ લીધો.
ધનતેરસના પવિત્ર દિવસે અને નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા સૂત્રાપાડા ખાતે ધન્વન્તરી પૂજન તેમજ આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
શારીરિક સુખાકારીના આરાધ્ય દેવ ધન્વન્તરીની છબિ સમક્ષ યોજાયેલા યજ્ઞ દરમિયાન 'સર્વે ભવન્તુ સુખિન' ની ભાવના સાથે લઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારે સમગ્ર વિશ્વની સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્તવિધિ અને શ્લોકના માધ્યમથી પૌરાણિક શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન અને ભગવાન ધન્વન્તરીની પ્રાગટ્ય કથા, હોમ-હવનમાં આયુર્વેદિક મુદ્રાઓ તેમજ શાસ્ત્રોમાં આયુર્વેદના મહત્વને સવિસ્તાર સમજાવવામાં આવ્યું હતું.
આયુર્વેદ વિભાગના વૈદ્ય વિજયસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિમાં સારવાર માટેની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. આયુર્વેદનું જ્ઞાન અનેક પુસ્તકો અને ગ્રંથોમાં સચવાયેલું પડ્યું છે. જેના માધ્યમથી રોજબરોજના ઘરગથ્થુ ઉપચારોમાં આયુર્વેદ જ સૌથી પહેલા આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડે છે. જન ભાગીદારી અને જન આંદોલનના માધ્યમથી આયુર્વેદને ઘર-ઘર સુધી પહોંચાડવાની અપીલ પણ તેમણે કરી હતી.
આ તકે, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ખીમાભાઈ વાજા, અગ્રણીઓ સર્વ શ્રી દિપકભાઈ કાછેલા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધન્વન્તરી પૂજન સંપન્ન થયું હતું અને ત્યારબાદ લોકો માટે આયુષ નિદાન સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આયુષ નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિથી રોગનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી અને કેમ્પમાં સાંધાના રોગમાં અગ્નિકર્મ ચિકિત્સા, જરા ચિકિત્સા અને યોગ તેમજ આયુર્વેદ થકી ઋતુચર્યાની ચાર્ટ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,