ધારીખેડા નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળીની ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થ
૨૦૨૭ માં ધારીખેડા સુગર ફેક્ટરીને દેશની નંબર.૧ ફેક્ટરી બનાવવાનું આહ્વાન કરતા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા ખાતે ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે નર્મદા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આવનારા ૨૦૨૭ માં નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, ધારીખેડાને નંબર ૦૧ (એક) બનાવવાનું આહ્વાન કર્યું હતું. નવા વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,વાઈસ ચેરમેન અજય સિંહ પરમાર,ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શન બેન દેશમુખ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.