ડિજિકોરના આઈપીઓનું ઘેલું ગણિતઃ 282 ગણું છલકાતાં હવે કોઈ શંકા બચતી નથી!
રોકાણકારના જોશના નોંધપાત્ર પ્રદર્શનમાં ડિજિકોરની બહુપ્રતિક્ષિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ની આજે પૂર્ણાહુતિ થઈ હતી, જે સાથે આખરી
દિવસના આખર સુધી તેનું ભરણું અધધધ 282 ગણું છલકાયું હતું.
રોકાણકારના જોશના નોંધપાત્ર પ્રદર્શનમાં ડિજિકોરની બહુપ્રતિક્ષિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ની આજે પૂર્ણાહુતિ થઈ હતી, જે સાથે આખરી
દિવસના આખર સુધી તેનું ભરણું અધધધ 282 ગણું છલકાયું હતું. આઈપીઓ સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થયો હતો અને 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થયો હતો, જેમાં ઓફરના સમયગાળામાં રોકાણકારો પાસેથી અતુલનીય માગણી જોવા મળી હતી.
ડિજિકોરના આઈપીઓએ આરંભથી જ નોંધપાત્ર રીતે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે ભરણું 22.50 ગણું, બીજા દિવસે 76.89 ગણું છલકાયું હતું, જે રોકાણકારો પાસેથી અદભુત પ્રતિસાદનો સંકેત આપે છે. પબ્લિક ઈશ્યુએ 11,23,200 શેરોની કુલ ઉપલબ્ધ ઓફરો સામે 31,62,48,800 ઈક્વિટી શેરો માટે બિડ આકર્ષી હતી, જે ડિજિકોરના શેરો માટે રોકાણકારોની મજબૂત માગણી અધોરેખિત કરે છે.
કંપની આઈપીઓ પશ્ચાત પ્રક્રિયામાં ઝડપથી આગળ વધવા માટે સુસજ્જ છે, જે માટે તેણે 29મી સપ્ટેમ્બરે ફાળવણીનો આધાર નક્કી કરવાનું અને 3 ઓક્ટોબરે રિફંડની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું છે. કુલ આઈપીઓનો આકાર આકર્ષક રૂ. 30.48 કરોડનો છે, જેમાં 12,60,800 ઈક્વિટી શેરોના ફ્રેશ ઈશ્યુ સાથે કુલ રૂ. 21.55 કરોડનો સમાવેશ થાય છે અને 5,21,600 શેરોના ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. ડિજિકોરના આઈપીઓની પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 168થી રૂ.
171 સ્થાપિત કરાઈ હતી, જેમાં 800 શેરોનો આઈપીઓનો આઈપીઓ લોટ આકાર રખાયો હતો.
આઈપીઓની પ્રક્રિયામાં બુક રનિંગ લીડ મેનેજર તરીકે સારથિ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓની રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે. નોંધપાત્ર રીતે ડિજિકોરના આઈપીઓને એન્કર રોકાણકારો પાસેથી અદભુત આવકાર મળ્યો છે, જેમણે 22 સપ્ટેમ્બર, 2023ના રોજ રૂ. 8.22 કરોડ કટિબદ્ધ કર્યા હતા, જેને લઈ સફ ઓફ માટે તખ્તો સ્થાપિત થયો હતો.
કંપનીએ મુખ્ય ઉદ્યોગના દિગ્ગજો પાસેથી રોકાણો આકર્ષીને પૂર્વ- આઈપીઓ ફન્ડિંગ રાઉન્ડની પણ સફળતાથી પૂર્ણાહુતિ કરી છે. નોંધપાત્ર રોકાણકારોમાં નિખિલ વોરા, વિજય ખેતાન, મૃણાલ સિંહ, પ્રમોદ કસાત વગેરેનો સમાવેશ થાય છે, જેમણે એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ)ની દુનિયામાં ડિજિકોરના નાવીન્યપૂર્ણ યોગદાનના ભરપૂર મૂલ્યને પિછાણ્યું છે. વર્ષ 2000માં સ્થાપિત ડિજિકોર સ્ટુડિયોઝ લિમિટેડ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સર્વિસીસની વ્યાપક શ્રેણીની નામાંકિત પ્રદાતા છે. તેમની વ્યાપક ઓફરોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ) સેવાઓ ફિલ્મો, વેબ સિરીઝ, ટીવી સિરીઝ, ડોક્યુમેન્ટરીઝ અને કમર્શિયલ્સ સહિત વિવિધ
માધ્યમોને પહોંચી વળે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.