મેડિક્સ ગ્લોબલ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ માટે ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023
મહિલાઓનાં આરોગ્ય અને માનસિક તંદુરસ્તીના મેનેજમેન્ટ માટે હેલ્થકેર ટેક સોલ્યુશન્સમાં અવકાશ પૂરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા મેડિક્સ ગ્લોબલની પહેલ, દેશભરનાં સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સને આમંત્રણ, સ્પર્ધા માટેની એન્ટ્રી 28 જૂનથી શરૂ થશે.
અગ્રણી ગ્લોબલ હેલ્થકેર મેનેજમેન્ટ કંપની મેડિક્સ ગ્લોબલે અત્યાધુનિક ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સનું સર્જન કરવા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ માટે ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023ના લોંચની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં મહિલાઓનાં આરોગ્ય અને માનસિક તંદુરસ્તી જેવી આરોગ્ય સંબંધિત બાબતો પર ભાર મૂકતા ટેક સ્ટાર્ટ-અપ્સ પર ફોકસ કરવામાં આવે છે. આ એવા સ્ટાર્ટ-અપ્સ હોવા જોઇએ જેમનો હેતુ હેલ્થકેર સર્વિસિસમાં અવકાશ પૂરવાનો, સુગમતા વધારવાનો, હેલ્થકેરની ગુણવત્તા સુધારવાનો, હેલ્થકેર સર્વિસિસમાં અનિચ્છનિય અસંતુલન ઓછું કરવાનો અને હેલ્થકેર સિસ્ટમમાં લાંબા ગાળાની સાતત્યતાને પ્રોત્સાહન આપવાનો હોય.
બે મહિનાની આ સ્પર્ધા ઓગસ્ટ 2023માં પૂરી થશે અને 28 જૂન, 2023થી તેની એન્ટ્રી મંગાવવામાં આવશે. મેડિક્સ ગ્લોબલ ભારતમાં મહિલાઓની અનોખી હેલ્થકેર જરૂરિયાતો પૂરી કરવા માટે વિઝનરી સ્ટાર્ટ-અપ્સ, ધગશ ધરાવતી વ્યક્તિઓ, અગ્રણી સંશોધકો અને દીર્ઘદ્ર્ષ્ટિ ધરાવતી સંસ્થાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા અને તેમનાં ગેમ ચેન્જિંગ ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સ રજૂ કરવા આમંત્રણ આપે છે.
ભારતનાં અર્થતંત્રમાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે. જો કે, વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં ઘટાડો થયો છે. 2021-22માં ભારતનાં લેબર ફોર્સમાં વર્કિંગ એજ ગ્રૂપમાં માત્ર 29.4 ટકા જ મહિલાઓ હતી, જે 2000નાં દાયકાના પ્રારંભ કરતાં ઘણું ઓછું પ્રમાણ છે. આર્થિક વૃધ્ધિ જાળવી રાખવા અને વધારવા માટે વર્કફોર્સમાં મહિલાઓનું પ્રમાણ વધારવું જરૂરી છે. આને કારણે તેઓ અવરોધો પાર કરીને અર્થતંત્રમાં પ્રદાન કરી શકશે. રાષ્ટ્રીય આંકડા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં દેશમાં બે લાખથી વધુ મહિલાઓએ ગર્ભાશય અને સ્તન કેન્સરને કારણે જીવ ગુમાવ્યો છે.
સ્તન કેન્સરથી મહિલાઓનાં કુલ મોતમાં 2020માં 37.2 ટકા મહિલાઓ હતી. ભારતમાં મૃત્યુદર એશિયાના 34 ટકાનાં દર કરતાં વધુ હતો અને 30 ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધુ હતો. માનસિક આરોગ્ય એ મહત્વની ચિંતા છે જેની અસર ઉત્પાદકતા અને આર્થિક વૃધ્ધિ પર પડે છે. માનસિક આરોગ્યની સમસ્યાને કારણે ભારતીય કંપનીઓ કે માલિકોને દર વર્ષે આશરે 14 અબજ ડોલરનું નુકસાન જાય છે. આ હકીકત માનકિસ આરોગ્ય સુધારવા મદદ કરવાની અને વ્યક્તિઓ તથા માલિકો પરનો બોજ દૂર કરવા સુગમ ઉપાયો શોધવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023 અંગે બોલતા મેડિક્સ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિગલ એટ્ઝમોને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય આંકડા અને વર્કફોર્સમાં મહિલાઓની ઘટતી ભાગીદારી ભારતમાં મહિલાઓનાં માનસિક આરોગ્ય અંગે ચિંતાજનક તસવીર રજૂ કરે છે. પહેલ કરવા માટે આપણા માટે આ પગલાં લેવાનો સમય છે.
આ સંદર્ભમાં ભારત સરકારે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે પણ આ મુદ્દાનો ઉકેલ લાવવો એ આપણી પણ સામૂહિક જવાબદારી છે. ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023 એ આ દિશામાં એક ડગલું આગળ છે. આ સ્પર્ધા દ્વારા અમે એવું પ્લેટફોર્મ રચી રહ્યા છીએ જ્યાં સમાજમાં પરિવર્તન લાવવા માટે પહેલ, સક્રિયતા, નવીનીકરણ અને ટેકનોલોજીકલ વિકાસ સાથે આવે.”
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિસ (NIMHANS) દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરનાં સર્વે પ્રમાણે આશરે 15 કરોડ ભારતીયોને મેન્ટલ હેલ્થ કેર સર્વિસની જરૂર છે અને તેમાંથી માત્ર ત્રણ કરોડ લોકો જ સારવાર કરાવે છે. એક અન્ય સર્વે પ્રમાણે 80 ટકા ભારતીય કર્મચારીઓએ માનસિક આરોગ્યમાં મુશ્કેલી હોવાની કબૂલાત કરી હતી. સંશોધન પરથી સંકેત મળે છે કે માનસિક સમસ્યાનો સામનો કરી રહેલા 40 ટકા લોકો બદનામીનાં ડરે સારવાર કરાવવાથી દૂર રહે છે.
આ ચિંતાજનક આંકડા દેશભરમાં મહિલાઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓની સુગમતા વધે તેવા ઇનોવેટિવ
ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સ માટે તાતી જરૂર હોવા પર ભાર મૂકે છે. આમ, મેડિક્સની ડિજિટલ હેલ્થ ઇનોવેશન
ચેલેન્જ 2023 ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ પ્લેટફોર્મ, મોબાઇલ એપ્લિકેશન્સ, ટેલિમેડિસિન, આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ક્રાંતિકારી વિચારો, પ્રોડક્ટ અને સર્વિસિસ રજૂ કરવા
આમંત્રણ આપે છે. આ સ્પર્ધાનો હેતુ તેમની સાથે જોડાણ કરીને ઇનૉવેટિવ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો
છે જે ભારતમાં મહિલાઓનાં માનસિક આરોગ્યમાં ક્રાંતિ લાવશે.
ડિજિટલ હેલ્થ ઇનોવેશન ચેલેન્જ 2023માં ભાગ લેવા માટે સ્ટાર્ટ-અપ્સને સ્પર્ધા માટેની સત્તાવાર વેબસાઇટ
www.medix-startups.com દ્વારા પોતાની અરજીઓ રજૂ કરવા આમંત્રણ છે. અરજી સબમિટ કરવાની
અંતિમ તારીખ 21 જુલાઇ, 2023 છે, જેમાં સ્ટાર્ટ-અપ્સને તેમનાં ઇનોવેટિવ સોલ્યુશન્સમાં ફેરફાર કરવા પૂરતો
સમય છે.
આ સ્પર્ધા માટેનાં પ્રતિષ્ઠીત નિર્ણાયકોમાં હેલ્થકેર એક્સપર્ટ, ઇન્વેસ્ટર્સ, ટેકનોલોજી લીડર્સ અને મહિલા આરોગ્ય
ક્ષેત્રમાં વગદાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ ઇનોવેશન, ટકાઉપણું, વ્યાપ અને સંભવિત અસર જેવા
માપદંડોને આધારે અરજીઓનું મૂલ્યાંકન કરશે.
સિગલ એટ્ઝમોન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેડિક્સ ગ્રૂપ, પ્રો. ડેવિડ ઝેલ્તસર, ગ્લોબલ મેડિકલ ડિરેક્ટર, મેડિક્સ ગ્રુપ, નીરજા બિરલા, સ્થાપક અને ચેરપરસન, આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ, ફાઉન્ડર અને ચેરપરસન એમપાવર માઇન્ડ્સ, ગોર્ડોન વોટ્સન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્શ ઇન્ડિયા, નવીન તેહલિયાની, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ટાટા એઆઇએ, અજય નાણાવટી, ચેરમેન, ક્વોન્ટમ એડવાઇઝર્સ, યારોં ડેનિયલી, જનરલ પાર્ટનર, એમુન ફન્ડ, પદ્મજા રૂપારેલ, સહ-સ્થાપક, ઇન્ડિયન એન્જલ નેટવર્ક, બાલા દેશપાંડે, ફાઉન્ડર પાર્ટનર, મેગાડેલ્ટા કેપિટલ્સ/સિનિયર મેનેજિંગ ડિરેક્ટર-ન્યૂ એન્ટરપ્રાઇઝ એસોસિએટ્સ (NEA, ઇન્ડિયા), સીમા ચતુર્વેદી,મેનેજિંગ પાર્ટનર અને ફાઉન્ડર, એચિવીંગ વીમેન ઇક્વિટી ફન્ડ્સ (AWE), સુધા શિવકુમાર, પ્રેસિડન્ટ ફિક્સીફ્લો અને અનંત બર્નસ્ટેઇન રિચ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બીડીઓ ઇન્ડિયા-ઇઝરાયેલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. મેડિક્સ ગ્લોબલ વિજેતાઓને ફન્ડ મેળવવામાં, પ્રોડક્ટ માર્કેટ ફિટ, મેન્ટોરશિપ, ભારતમાં આરોગ્ય સંબધિત પડકારોનો ઉકેલ લાવવા સોલ્યુશન્સનો અમલ અને સ્વીકાર કરવામાં પણ મદદ કરશે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.