વિયોગ આવે ત્યારે પ્રેમની તાકાતને દર્શાવે છે દિક્ષાંતનું ‘મેહફૂઝ’
મુંબઈ સ્થિત ગાયક-ગીતકાર દિક્ષાંતના નવીનતમ ટ્રેક, ‘મેહફૂઝ’ સાથે પ્રેમ અને વિયોગની કડવી-મીઠી લાગણીઓના માધ્યમથી એક લાગણીભર્યા પ્રવાસમાં ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ.
મુંબઈ સ્થિત ગાયક-ગીતકાર દિક્ષાંતના નવીનતમ ટ્રેક, ‘મેહફૂઝ’ સાથે પ્રેમ અને વિયોગની કડવી-મીઠી લાગણીઓના માધ્યમથી એક લાગણીભર્યા પ્રવાસમાં ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ. તેમના ચાર્ટ-ટોપિંગ હિટ આંખો સે બતાના ની જબરજસ્ત સફળતા બાદ, દિક્ષાંત શ્રોતાઓને એક એવી દુનિયાનો અનુભવ કરવા આમંત્રિત કરે છે જ્યાં પ્રેમ ટકી રહે છે, ભલે પછી અંતરથી અલગ હોય તો પણ. ‘મેહફૂઝ’ થકી, તેમણે પ્રેમમાં છૂપાયેલી જટિલ પીડા અને શક્તિને દર્શાવી છે, જેથી તે તમામ લોકો માટેનું ગીત બની ગયું છે, જેઓએ ક્યારેય તો દૂર બેઠેલા વ્યક્તિ માટેની તડપ અનુભવી હોય. તેમની સિગ્નેચર શાંત સ્વર અને લાગણીભર્યા ગીત સાથે, દિક્ષાંતે એક મર્મસ્પર્શી, ભાવનાત્મક પરિદ્દશ્ય ચિત્રિત કર્યું છે, જે પ્રેમ, ખોટ અને કોઈને પોતાના હૃદયમાં ‘મેહફૂઝ’ કે સુરક્ષિત રાખવાની તડપની સફર દર્શાવે છે.
આ ટ્રૅક સાચા પ્રેમની તાકાતની વાત કરતા શ્રોતાઓને યાદ કરાવે છે કે સાચો સંબંધ સમય અને અંતરની કસોટી પર ખરો ઉતરે છે. લાગણી અને મધુરતાના નાજુક સંતુલન સાથે, ‘મેહફૂઝ’ એ દરેક વ્યક્તિ માટે સાંભળવા યોગ્ય ગીત છે, જેઓએ ક્યારેય કોઈ પ્રિયજનને ગુમાવવાની પીડા અનુભવી હોય.
ગીત પર તેમના વિચારો વ્યક્ત કરતા, દિક્ષાંતે જણાવ્યું, “હું વાસ્તવમાં તે પ્રેમ અને સમર્થનથી ખરેખર આભારી અને અભિભૂત છું, જે મને મળ્યો છે - તે અતિવાસ્તવિક છે. ‘મેહફૂઝ’ એક પર્સનલ ટ્રેક છે, જ્યાં મેં દરેક સૂરમાં મારા હૃદયની દરેક વાત ઠાલવી છે. તે એ દરેક વ્યક્તિ સાથે વાત કરે છે જેઓએ ગાઢ પ્રેમ કર્યો છે, પછી ભલેને જિંદગીએ તેમને અલગ રાખ્યા હોય. હું આશા રાખું છું કે શ્રોતાઓને આ શબ્દોમાં તેમની પોતાની વાર્તાના અંશ મળશે, અને તેમને આ જાણીને જોડાણ અને રાહતની લાગણીની અનુભૂતિ થશે કે તેઓ તેમની યાત્રામાં એકલા નથી. ‘મેહફૂઝ’નું હૃદયને સ્પર્શી જતું, ભાવનાત્મક સંગીત દિક્ષાંતના સમૃદ્ધ કંઠને રેખાંકિત કરે છે, જે તેમના કાવ્યાત્મક ગીત સાથે મળીને અંતરથી છૂટા પડેલા પરંતુ આત્માથી એક પ્રેમીઓની તીવ્ર લાગણીઓને ઉજાગર કરે છે. શ્રોતાઓ સાથે ઊંડાણથી જોડાવા માટેની તેમની ક્ષમતા માટે જાણીતા, દિક્ષાંતે ફરી એક વાર એક ધૂન રચી છે જે માનવીય લાગણીઓની આંટીઘૂટીને સુંદરતાથી દર્શાવે છે.
‘મેહફૂઝ’ને અહીં સાંભળો: https://smi.lnk.to/Mehfooz
નીતા અંબાણીના NMACC આર્ટસ કાફેના ઉદઘાટન સમારોહમાં તાજેતરમાં બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો, જેણે ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓલરાઉન્ડર કિશોર કુમારની ઘણી વાતો છે. આવી જ એક વાર્તા એવી છે કે એકવાર તેને એક ફિલ્મ માટે અડધા પૈસા આપવામાં આવ્યા હતા. કિશોર કુમાર ઇચ્છતા હતા કે તેમને સંપૂર્ણ રકમ મળી જાય પછી જ કામ શરૂ થાય, પરંતુ જ્યારે તેમને શૂટ કરવાની ફરજ પડી ત્યારે તેઓ અડધુ માથું મુંડાવીને સેટ પર પહોંચ્યા.
ગોવિંદાએ આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અને ફેન્સે ગોવિંદાને અભિનંદન પાઠવ્યા છે. શિલ્પા શેટ્ટીએ પણ ગોવિંદાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ગોવિંદાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.