રાજપીપલા સરકારી મુકબધિર નિવાસી શાળામાં દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રાજપીપલા: લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનેજિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪માં દિવ્યાંગ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેવા હેતુથી નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને નોડલ અધિકારી SVEEP સહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સાથે સંકલનમાં રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મદદનીશ નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નાંદોદ તેમજ સ્ટાફ અને જિલ્લાના દિવ્યાંગજનો સાથે સંકળાયેલ સંસ્થા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જયકુમાર પટેલ હાજર રહીને દિવ્યાંગોને આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૦૦% મતદાન કરી શકે તે
માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ દિવ્યાંગોને પોતાનો મતાધિકાર પોતાના મતદાન મથક પર યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે દિવ્યાંગોને સુવિધાઓ પુરી પાડવા અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન ચલાવતા દિવ્યાંગ તરીકે જયકુમારે મત આપવા જવા ખાતરી આપી અને જિલ્લાના દરેક દિવ્યાંગો સારી રીતે મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત મોબાઈલ
વાપરતા દિવ્યાંગોને E-Saksham App ડાઉનલોડ કરવા અપીલ કરી અને તેનો ઉપયોગ કરવા જણાવ્યું
હતું. પ્રાંત કચેરી નાંદોદના નાયબ મામલતદાર સંદીપ મકવાણા દ્વારા દિવ્યાંગ મતદારો માટેની તંત્રની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી ૨૦૨૪ સંદર્ભે કોઈપણ મુંઝવણ બાબતે કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં સંચાલન કરનાર મહેન્દ્રભાઈ વસાવા દ્વારા તમામ દિવ્યાંગ મતદારો ૧૦૦% મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.