વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમાની તાત્કાલિક ચૂકવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રેરક પગલું
સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના વડોદરાના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીની મહત્વની બેઠક, જ્યાં પાક નુકસાની થઈ છે, ત્યાં સામેથી જઈ ખેડૂતોને પાક વીમો તાત્કાલિક મળે તે માટે મદદ કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ.
વડોદરામાં પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ખેડૂતો અને લોકોને થયેલી આર્થિક નુકસાની બદલ સહાય તાત્કાલિક મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અતુલ ગોર સક્રિય રીતે આયોજન કરી વધુ એક પ્રેરક પગલું ભર્યું છે. આજે સાંજે કલેક્ટરશ્રી અતુલ ગોરે ધી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ નેશનલ ઇન્સ્યોરન્સ સહિતની મહત્વની જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં શ્રી ગોરે ઈન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓને કહ્યું કે, કુદરતી આપત્તિની આ સ્થિતિમાં લોકોની સેવા કરવાની આપણી પાસે તક છે. તેમણે જિલ્લાના ૩૧ ગામો કે જ્યાં પૂરના કારણે ખેતીને નુકસાન થયું છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે પાક વીમાની ચૂકવણી કરી ખેડૂતોને રાહત આપવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રતિનિધિઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી સર્વે કરાવવા તેમજ સ્થળ પર જ દાવા અંગેના ત્વરીત નિકાલ માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત શિનોરના માલસર તેમજ ડભોઈના ચાણોદ, કરનાળી જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે માલસામાનને નુકસાન થયું છે, તેવા વિસ્તારોમાં પણ તાત્કાલિક સર્વે કરાવી વીમાની ચૂકવણી માટેના દાવાઓ સ્વીકારવા સૂચન કર્યું હતું.
કુદરતી આફતના આ સમયે ફરજનિષ્ઠાથી લોકોની સેવા કરવાના કલેક્ટરશ્રીના આહ્વાન પર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓએ હકારાત્મક વલણ દાખવી લઘુત્તમ સમયમાં મહત્તમ રાહતની વાત કરી હતી.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.