અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લાના પ્રશ્નો અને હિતોના નિરાકરણ માટે બેઠક યોજાઈ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ જૂથો અને અધિકારીઓએ હાજરી આપી હતી. અહીં મીટિંગના હાઇલાઇટ્સ અને અપડેટ્સ વિશે વધુ જાણો.
(પ્રતિનિધિ રાકેશ મહેતા)ધનસુરા: અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.ધારાસભ્ય પી.સી. બરંડા દ્વારા દરેક લોકો સુધી પૂરતું પાણી પોહચી રહે તે માટે પૂરતા આયોજન કરવા જણાવ્યું અને સરકારની યોજનાઓ લોકો સુધી પોહચે અને પૂરો લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.