રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લાકક્ષાની ફૂટબોલ, બેડમિંટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ જિલ્લાકક્ષાની ફૂટબોલ, ટેબલ ટેનિસ તેમજ બેડમિંટન સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ધાબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ જિલ્લાકક્ષાની ફૂટબોલ, ટેબલ ટેનિસ તેમજ બેડમિંટન સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ધાબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સાગબારા ખાતે યોજાયેલી તાલુકાકક્ષાના ખેલ મહાકુંભમાં રમતવીરોએ કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેચ જેવી રમતોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. રમતવીરોએ વિવિધ રમતોમાં ખેલદિલીની ભાવનાથી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
આ પ્રસંગે નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલિપભાઈ દેસાઈ સહિત કોચ-ટ્રેનર્સ ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.