ગીર-સોમનાથ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયો જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ
અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર-સોમનાથ : અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં આયુષ્માન ભારત કાર્ડ, ખેડૂત ખાતેદાર, દબાણ, બસની અનિયમિતતા, વીજ કનેકશન સહિતના વિવિધ તેર જેટલા પ્રશ્નો પ્રસ્તુત થયા હતા. જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નો બાબતે જિલ્લા અધિક કલેક્ટરશ્રીએ વિગતે ચર્ચા કરી પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની પ્રશ્નોમાં આગળની કાર્યવાહી કરી જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા અધિક કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વેરાવળ પ્રાંત અધિકારીશ્રી કે વી બાટી, મામલતદાર શ્રી આરઝૂ ગજ્જર, પીજીવીસીએલ સહિતના સંબંધીત વિભાગોના અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.