નર્મદા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
રાજપીપલા: નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે નર્મદા જિલ્લાના જાહેરજનતા પોતાના પ્રશ્ન તેમજ રજૂઆત કરે ત્યારે તેમના પ્રશ્નો, મુંઝવણો તેમજ સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે તમામ વિભાગોની જવાબદારી મહત્વપૂર્ણ બને છે.
આજે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજદારોએ પોતાના પ્રશ્નની રજૂઆત સ્વાગત કાર્યક્રમના માધ્યમથી કરી હતી. જ્યાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત પાંચ અરજદારોના પ્રશ્નોને શ્રેણીબદ્ધ સાંભળીને નિયમાનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. નોંધનીય છે કે, કલેક્ટરશ્રીએ રાજપીપલા, તા. નાંદોદના ટેકરાફળિયાના અરજદાર શ્રીમતી પ્રેમિલાબેન રસીકભાઈ વસાવાની વિધવા સહાય તેમજ એનએફએએ હેઠળ અનાજ મળે તે માટે હુકમ કર્યો હતો.
સ્વાગત કાર્યક્રમનો મુખ્ય આશય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સરળ અને ઝડપી નિરાકરણ થકી સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવાનું છે. આ કાર્યક્રમનો વધુ આશય નાગરિકોની સમસ્યાને કેન્દ્રમાં રાખીને પારદર્શક વહીવટને પ્રોત્સાહન આપવા, પ્રજા પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો અને સુશાસન માટેની નવી માનકતા સ્થાપિત કરવાનો છે.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.