ડોલર લહરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડોલરે સૈફ અલી ખાનને ઓનબોર્ડ કર્યાં
ભારતની અગ્રણી હોઝિયરી બ્રાન્ડ્સ પૈકીની એક ડોલર ઇન્ડસ્ટ્રીઝે બ્રાન્ડના એફોર્ડેબલ પ્રોડક્ટ સેગમેન્ટ ડોલર લહરના ચહેરા તરીકે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે જોડાણ કર્યું છે.
કોલકત્તા : ભારતની અગ્રણી હોઝિયરી બ્રાન્ડ્સ પૈકીની એક ડોલર ઇન્ડસ્ટ્રીઝે બ્રાન્ડના એફોર્ડેબલ પ્રોડક્ટ સેગમેન્ટ ડોલર લહરના ચહેરા તરીકે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે જોડાણ કર્યું છે. મેટ્રો સેગમેન્ટ માટે ડોલર બિગબોસના વર્તમાન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અક્ષય કુમારની સાથે-સાથે અગ્રણી બોલીવુડ સેલિબ્રિટી સાથે મોટાપાયે પોર્ટફોલિયો વિસ્તારવાનો નિર્ણય દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ફેશનની વધતી આકાંક્ષાઓથી પ્રેરિત છે, જેઓ વાજબી કિંમતે સ્ટાઇલ તરફ ઝુકાવ ધરાવે છે.
ડોલર લહર વેસ્ટ, બ્રિફ, ટ્રન્ક અને પેન્ટી જેવા આંતરિક વસ્ત્રોની વિશાળ શ્રેણી ધરાવે છે. તેની પ્રાઇઝ રેન્જ વાજબી છે અને ડોલર બિગબોસની ઓફરિંગ્સથી એક સ્તર નીચે છે, જે સમગ્ર ભારતના રિટેઇલ અને ઓનલાઇન સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. બ્રાન્ડ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, આઉટડોર અને ઓનલાઇન મીડિયામાં 360 ડિગ્રી એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન ચલાવશે, જેથી આ નવી કમર્શિયલને પ્રમોટ કરી શકાય. આ કેમ્પેઇન હાલમાં ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ્સ ઉપર ચાલી રહ્યું છે.
ડોલર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિનોદ કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે, ટોચના મેટ્રો અને ભારતના બાકી હિસ્સા વચ્ચે ફેશન સ્ટેટમેન્ટ બાબતનું અંતર સતત ઘટી રહ્યું છે. દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં લોકોની આવકમાં વધારો થઇ રહ્યો છે તથા સ્ટાઇલિશ દેખાવાની તેમની આકાંક્ષાઓ પણ વધી છે.
ભારતની સ્વદેશી ઇનરવેર બ્રાન્ડ તરીકે અમે અમારા પ્રીમિયમ અને ઇકોનોમી એમ બંન્ને સેગમેન્ટ માટે સમાન સ્તર તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે અમને કમ્યુનિકેશનની જરૂર હતી કે જે ગ્રાહકોના નવા ઉભરતાં સેગમેન્ટને અપીલ કરી શકે. આ દિશામાં પ્રથમ પગલું સૈફ અલી ખાનને સામેલ કરવાનું હતું, જેથી ડોલર લહરના સ્ટાઇલમાં વધારો કરી શકાય અને ત્યારબાદ એક યાદગાર કેમ્પેઇન મસ્તીકી લહર દ્વારા તેમના ઉબર-કૂલ વ્યક્તિત્વને પ્રદર્શિત કરતા કમ્યુનિકેશનની રચના કરવી.
આ નવી એડ ફિલ્મની કલ્પના લોવે લિન્ટા, કોલકત્તા દ્વારા કરાઇ છે તથા તેનું ડાયરેક્શન ઉઝેર ખાને કર્યું છે, જે રાજસ્થાનના બેકડ્રોપ ઉપર આધારિત છે. આ ફિલ્મ વિદેશી ભાષાને સમજી ન શકતા વૃદ્ધ ગાઇડને પરેશાન કરતા વિદેશી પ્રવાસીઓની આસપાસ ફરે છે. સૈફ તેમને મદદ કરે છે અને આ વિદેશી પ્રવાસીઓને તેમની વિશિષ્ટ સ્ટાઇલમાં પાઠ ભણાવે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.