ડોલવણ તાલુકામાં સાત ઇંચ જ્યારે સુબીર અને નવસારી તાલુકામાં છ-છ ઇંચ વરસાદ નોંધાયો
રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ વરસ્યો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૬ ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૪ ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર, દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૬ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૯ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ- આહવા, ધરમપુર મળીને કુલ છ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ઝાલોદ, ચિખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ પાંચ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર પાવી, અને ફતેહપુરા મળીને કુલ છ તાલુકામાં એક –એક ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે