ઝગડીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
મુસ્કાન વસાવાએ પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પાણી ઓસર્યા બાદની વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ આપદા વેળાંએ પૂર અસરગ્રસ્ત પરિવારોની વ્હારે ઘણી સંસ્થાઓ અને દાતાઓ આવી વિવિધ જરૂરીયાતમંદ લોકો સુધી જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ કરી માનવતા મહેકાવી છે.
આ વિકટ સ્થિતિમાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અગ્રણી ચંદ્રકાંતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ મહિલા ગ્રામીણ મંચ બલેશ્વર પૂરઅસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું હતું. આ મહિલા ગ્રામીણ મંચની મહીલાઓએ પોતાની બચતમાંથી રૂપિયા ૧૧૦૦૦/- જેટલું અનુદાન આપ્યું હતું. આ અનુદાનમાં ભરૂચ જિલ્લાની મહિલા ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા મેદાને આવી પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું હતું. મહિલા ગ્રામીણ મંચ બલેશ્વરમાં ભેગા થયેલા અનુદાનથી અનાજની કીટો તૈયાર કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ બીજાં ગામડાંઓ ખાતે વિતરણ કરાયું હતું .
આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો ને અનાજની કીટ પૂરી પાડી પૂરપ્રભાવિત વિસ્તારોની વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને વધુમાં પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવાએ કર્યો હતો. મંચના સભ્ય બહેનોએ જહેમત ઉઠાવીને ઘરદીઠ અનાની કીટ આપી સરાહનીય કામગીરી કરી હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી