સ્થાનિક શેરબજાર સપાટ બંધ, રોકાણકારોનો ઉત્સાહ ઠંડો, સેન્સેક્સ 78,500ની નીચે
આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્સ્યોરન્સનો મોટો ઉછાળો હતો, જ્યારે ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, JSW સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે સ્થાનિક શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. લાંબા સમયથી બજારમાં પ્રવર્તી રહેલી સુસ્તીના કારણે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 0.39 પોઈન્ટ ઘટીને 78,472.48 ના સ્તરે બંધ થયો હતો. જોકે નિફ્ટી 22.55 પોઈન્ટના વધારા સાથે 23750.20 ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં 62.3 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 51,170.70ના સ્તરે રહ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્સ્યોરન્સનો મોટો ઉછાળો હતો, જ્યારે ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, JSW સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો હતો.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ બંધ રહ્યા હતા. સેક્ટોરલ મોરચે ઓટો, એનર્જી, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેંકમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે મેટલ, એફએમસીજી, મીડિયામાં વેચવાલી જોવા મળી હતી.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.