જીટીયુ દ્વારા નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ
વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાન સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ “ જી-20 સમિટ, યુનિવર્સિટી કનેક્ટ : એન્ગેજીંગ યંગ માઈન્ડના” ઉપક્રમે જીટીયુના સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિબિરના સફળ આયોજન બદલ જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ , કલ્ચરલ એડવાઈઝર શ્રી મનોજ શુક્લા અને શ્રીમતી ચિલ્કા જૈનને અભિનંદન પાઠવ્યા હતાં.
જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલે આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, નાટ્ય તાલીમ શિબિરમાં વિવિધ 31 સંસ્થાના 51 વિદ્યાર્થીઓને કપીલદેવ શુક્લ , દેવાંગ જાગીરદાર અને રાજેશ શર્મા જેવા નાટ્યકારો દ્વારા એકાંકી , દ્રિઅંકી , સ્કીટ અને થીયેટરના પાયાનું જ્ઞાન વગેરે બાબતે તાલીમ આપી હતી. નીતિગત મૂલ્યોને અનુસરીને પ્રેક્ટીકલ જ્ઞાન આપીને 40 સંસ્થાના 61 વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ થાય તે અર્થે, જય વસાવડા , પ્રો.નવીન શેઠ , શૈલેષ સતપરીયા જેવા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જ્યારે આપણી લોકસંસ્કૃતિ અને ગુજરાતની ઓળખસમા આપણા લોકનૃત્ય જેવા કે ગરબો, ઢાલ નૃત્ય , ટીપ્પણી , મીશ્ર અને દાંડિયા રાસ જેવા વિવિધ લોકનૃત્યની તાલીમ માટે 35 સંસ્થાના 42 વિદ્યાર્થીઓને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના માન્ય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીટીયુના કુલસચિવ , ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રી , સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી સહિતના મહાનુભાવોએ શિબિર દરમિયાન મુલાકાત લઈને વિદ્યાર્થીઓને સકારાત્મક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તાલીમ અને પરિવહન સહિત અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા જીટીયુ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી