મુન્દ્રા પોર્ટમાં એક દીવાદાંડીનું સપનું જોયેલુ, આજે અજાયબીનું પ્રમાણપત્ર ધારણ કરી દુનિયા સામે ઉભું છે: ગૌતમ અદાણી
૨૬૦ મિલીયન મેટ્રિક ટનથી વધુની ક્ષમતા સાથેનું વિશ્વના સૌથી મોટા પોર્ટ પૈકીનું એક બન્યું છે, નાણાકીય વર્ષ ૨૩માં ૧૫૫ મિલીયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને ભારતના મેરીટાઇમ કાર્ગોમાં લગભગ ૧૧% યોગદાન આપ્યું.
મુન્દ્રા : એક સીમાચિહ્નરૂપ તેજોમય સફરની સ્મૃતિમાં મુન્દ્રા પોર્ટ વૈશ્વિક સ્તરે સૌથી મોટા બંદરોમાંના એક તરીકે તેના વિસ્તરણ અને ઉત્ક્રાંતિને હાઇલાઇટ કરીને પાથ-બ્રેકિંગ કામગીરીના ૨૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ૭ ઓક્ટોબર, ૧૯૯૮ ના એ દિવસે મુન્દ્રા પોર્ટના તટ ઉપર સૌ પ્રથમ જહાજ MT આલ્ફાને લાંગર્યા બાદ બંદરે એક સ્વપ્નદ્રષ્ટા અભિગમ, અતુટ મહત્વાકાંક્ષા અને ક્ષતિરહિત કામગીરીનું અવિરત પ્રદર્શન કરવા સાથે વૈશ્વિક નકશા પર પોતાને પ્રીમિયર અને તકનીકી રીતે અદ્યતન બંદરોમાંના એક તરીકે અંકીત કર્યું છે.
મુન્દ્રા પોર્ટે વેપાર વણજની ગતિવિધીના નિર્ણાયક પ્રવેશદ્વાર તરીકે ઉભરીને આજે એક મલ્ટિમોડલ હબ તરીકે વિકસ્યું છે જેણે વેપારને વેગવાન બનાવ્યો છે અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે. એક સાવ સાધારણ શરૂઆતથી આજે તે વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યું છે. ભારતના આર્થિક માળખામાં તેની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂકતા આ પોર્ટે તેના અસ્તિત્વના ૨૫ વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ.૨.૨૫ લાખ કરોડથી વધુનું માતબર.યોગદાન આપવા સાથે. શરૂઆતથી આજ સુધીમાં ૭.૫ કરોડ માનવ-દિન કરતાં વધુ રોજગારીનું સર્જન કર્યું છે.
૧૯૯૮માં મુઠ્ઠીભર ટન કાર્ગો સંચાલનથી સફર શરુ કર્યા બાદ મુન્દ્રાએ ૨૦૧૪માં ૧૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું તે સમયે આ પ્રકારે કામકાજ કરનાર મુદ્ના પોર્ટ પ્રથમ હતું. આજે મુદ્રા પોર્ટ ભારતમાં ફરી પ્રથમવાર ૧૫૫ મિલીયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરે છે, જે ભારતના દરિયાઈ કાર્ગોનો લગભગ ૧૧% હિસ્સો દર્શાવે છે. મુન્દ્રા કન્ટેનર ટ્રાફિક માટે મુદ્રા એક્ઝિમ ગેટવે પણ છે. હકીકતમાં દેશનો ૩૩% કન્ટેનર ટ્રાફિક સમર્પિત ફ્રેઇટ કોરિડોરમાંથી પસાર થાય છે જે ઉત્તરીય અંતરિયાળ વિસ્તારથી મુન્દ્રા સુધી ડબલ-સ્ટૅક કન્ટેનરની અનન્ય સુવિધા પૂરી પાડે છે.
આ પ્રસંગે ખુશી અને સંતોષ વ્યક્ત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારા માટે મુંદ્રા એ એક બંદરથી વિશેષ છે. તે સમગ્ર અદાણી ગ્રુપ માટે શક્યતાઓની ક્ષિતિજના શિરમોર સ્થાને છે. 25 વર્ષ પહેલાં જ્યારે અમે પોર્ટનું મંગલાચરણ કર્યું ત્યારે અમે એક દીવાદાંડીનું સપનું જોયું હતું જે ભારતની આગામી કૂચનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિબદ્ધતાના હૃદયના આ ધબકારા માત્ર મુન્દ્રામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે અને જે તમામ હિતધારકોના વિશ્વાસનો પડઘો પાડે છે આ તમામને અમારી આ સફરમાં સામેલ થવા માટે ભરપૂર ભરોસો હતો. આજે અમે અમારી આ સિલ્વર જ્યુબિલીને ઉજવી રહ્યા છીએ ત્યારે મુંદ્રા અજાયબીઓના એક પ્રમાણપત્ર તરીકે સૌની સમક્ષ ઉભું છે. જ્યારે દૂરદર્શિતા, મક્કમ પ્રતિબધ્ધતા અને હજારો હાથ ભેગા થાય છે ત્યારે રળિયામણા બનીને પ્રગટ થઈ શકે છે. અમે અમારા કર્મચારીઓ અને ભાગીદારો સાથે માત્ર એક પોર્ટ બાંધ્યું નથી પરંતુ મુન્દ્રા પોર્ટને વૈશ્વિક ઉત્કૃષ્ટતાન પ્રતીકરુપ શિલ્પનું સર્જન કર્યું છે. મુન્દ્રા પોર્ટટના ઝળહળતા કામકાજે સમગ્ર કચ્છ પ્રદેશનો કાયાકલ્પ કર્યો છે. અને નવી જ બ્લુપ્રિન્ટ્સ તૈયાર કરી છે.. અમારો આત્મવિશ્વાસ ક્યારેય ઊંચો રહ્યો નથી અને મુંદ્રા વૈશ્વિક નકશા ઉપર બેન્ચમાર્ક સેટ કરીને આગળ વધવાનું ચાલુ રાખશે એમ તેમણે ઉમેર્યું હતું.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.