11 ઓક્ટોબરના રોજ વડોદરા-ગેરતપુર સેક્શનમાં બ્લોકને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના કારણે 11 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો માટે આગળ વાંચો.
1. ટ્રેન નંબર 09233 વડોદરા અમદાવાદ મેમૂ
2. ટ્રેન નંબર 19035 વડોદરા અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમૂ
4. ટ્રેન નંબર 19036 અમદાવાદ વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
· 11 ઓક્ટોબર 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંક રદ્દ રહેશે.
· 10 ઓક્ટોબર 2023 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ 2 કલાક 40 મિનિટ રેગ્યુલેટ થશે.
· 9 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
· 11 ઓક્ટોબર 2023 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 16533 જોધપુર કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ એક કલાક રેગ્યુલેટ થશે.
· 09 ઓક્ટોબર 2023 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 12477 જામનગર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 35 મિનિટ રેગ્યુલેટ થશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત વ્યવસ્થાને ધ્યાનમાં રાખે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.