સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. વધુ વિગત માટે આગડ વાંચો.
1. 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ગાંધીધામથી ઊપડનારી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ બલ્હારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર-ગોંદીયા-રાયપુર-ટિટિલાગઢ-વિજયનગરમના માર્ગે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહૃ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલકોટ-દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
2. 14 અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ વિશાખાપટ્ટનમથી ઊપડનારી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-ગોંદિયા-નાગપુરના માર્ગે દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલોકટ-દુવ્વાડા સ્ટેશનો પર રોકાશે નહીં.
3. 24 સપ્ટેમ્બર 2023ના રોજ પુરીથી ઊપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગલ-બલ્હારશાહ-બડનેરા-અકોલા-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-નાગપુર-વર્ધાના માર્ગે દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ-અનકાપલ્લી-સામલકોટ-રાજમંડ્રી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુરકાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
4. 21 થી 25 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ સુરત-ભુસાવળ-બડનેરા-બલ્હારશાહ-વારંગલ-વિજયવાડાને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા અકોલા-પૂર્ણા-નિઝામાબાદ-પેદદ્દપલ્લીના રસ્તેથી જશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.
5. 21 થી 26 સપ્ટેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલથી ઊપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગાલ-બલ્હારશાહ-બડનેરા-ભુસાવળ-સુરતના સ્થાને પરિવર્તિત માર્ગ પેદદ્દપલ્લી-નિઝામાબાદ-પૂર્ણા-અકોલાના માર્ગે દોડશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.
20 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ સિરપુર કાગજનગર સ્ટેશનો પર રોકાશે નહીં.
ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર જાણકારી યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.