ભોપાલ ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
1. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ઉધના-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુર ના માર્ગ પર થી દોડશે.
2. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી બરોની થી દોડતી ટ્રેન સંખ્યા 19484 બરોની અમદાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નિશાતપુરા-ભોપાલ-ઇટારસિ-ખંડવા-જલગાંવ-ઉધના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા નિશાતપુરા-સંત હિરદારામ નગર-નાગદા-છાયાપુરી-આણંદ ના માર્ગ પર થી દોડશે .
3. 26 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન સંખ્યા 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ઉધના-જલગાંવ-ખંડવા-ઇટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા ના માર્ગ પર થી દોડશે.
4. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી જબલપુરથી દોડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-કટની મુદ્વારા-બીના-ભોપાલ ના માર્ગ પર થી દોડશે.
5. 17 થી 27 ઓક્ટોબર 2023 સુધી, વેરાવળથી દોડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-બીના-કટની મુદ્વારા-જબલપુર ના માર્ગ પર થી દોડશે.
સ્ટોપેજ, રૂટ, સમય અને ટ્રેનની રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.