તહેવારોની મોસમમાં અમદાવાદ મંડળે સ્ટેશનો ઉપર ભીડના નિયંત્રણ માટે કર્યા કેટલાક ઉપાય
અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો ઉપર તહેવારોની મોસમની ભીડને અનુલક્ષીને અને પ્લેટફોર્મ્સ અને એફઓબી સહિત રેલવે સંકુલોમાં યાત્રીઓની ભીડને નિયંત્રીત કરવા માટે કેટલાક આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો ઉપર તહેવારોની મોસમની ભીડને અનુલક્ષીને અને પ્લેટફોર્મ્સ અને એફઓબી સહિત રેલવે સંકુલોમાં યાત્રીઓની ભીડને નિયંત્રીત કરવા માટે કેટલાક આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને આ સ્ટેશનો ઉપર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે કેટલીક વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ તહેવારોની મોસમમાં યાત્રીઓની સુવિધા માટે અને યાત્રાની માંગ પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્યો માટે અમદાવાદ મંડળથી 15 ફેસ્ટિવલ ટ્રેનોની 45 ટ્રિપ્સ ચલાવવામાં આવી રહી છે. જેમાં નવેમ્બર 2023 માં અમદાવાદ-પટના, અમદાવાદ-ઓખા, અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી, અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ, અમદાવાદ-આગરા કેન્ટ, ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ, સાબરમતી-દાનાપુર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્લી સરાય રોહિલ્લા, અમદાવાદ-કટિહાર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન સામેલ છે. આના સિવાય 5 જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદમાં ત્રણ, સાબરમતીમાં બે, ગાંધીધામ અને અસારવા સ્ટેશનો ઉપર એક-એક વધારાના UTS કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.
ભીડનું ધ્યાન રાખવા અને ભીડનું નિયંત્રણ કરવા માટે અમદાવાદ અને સાબરતી સ્ટેશનો ઉપર કર્મચારીઓનો અધિકતમ બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પ્રવેશ/નિકાસ સ્થળો અને પ્લેટફોર્મ્સ ઉપર ભીડને નિયંત્રીત કરવા માટે આરપીએફ અને જીઆરપી કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આના ઉપરાંત, તમામ ટ્રેનોના પ્રત્યેક કોચ (રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને) ના ગેટ ઉપર આરપીએફ/જીઆરપી કર્મચારીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. સાથે જ સ્ટેશન સંકુલની પાસે બહેતર સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્ય સરકાર તરફથી વધારાની ટુકડીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેશન સુધી પહોંચવાના વિસ્તારને વિનિયમિત કરવામાં આવ્યો છે જેથી પ્લેટફોર્મ ઉપર સમયથી પહેલાં પ્રવેશને પ્રતિબંધિત કરી શકાય. સાથે જ, સ્ટેશન ઉપર ભારે ભીડને રોકવા માટે પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ પણ અટકાવી દેવામાં આવ્યું છે. વિશેષ ટ્રેનોનો વ્યાપક પ્રચાર-પ્રસાર સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લક્ષિત દર્શકો સુધી પહોંચવા અને ચલાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનોના સંબંધમાં વ્યાપક અને તાત્કાલિક પહોંચ માટે મીડિયા અને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.