EDએ પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને અન્યની 11 કરોડની સંપત્તિ જપ્ત કરી
EDએ કર્ણાટકના કુર્ગ જિલ્લામાં 11.04 કરોડની કિંમતની 4 મિલકતો જપ્ત કરી છે, જે કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમ અને અન્યની છે
INX Money Laundering Case : ED એ આજે INX મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની રૂપિયા 11 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, EDએ કર્ણાટકમાં 11.04 કરોડની કિંમતની 4 મિલકતો જપ્ત કરી છે, જે કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમ અને અન્યની છે.
ઇડીએ કહ્યું કે ચાર જંગી મિલકતોમાંથી એક કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી સ્થાવર મિલકત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, તમિલનાડુની શિવગંગાઈ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ છે અને INX કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ED બંને દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ INX મીડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 'પ્રત્યક્ષ કે આડકતરી રીતે' પ્રાપ્ત કથિત ગેરકાયદેસર રીતે પૈસા મેડવવા બાબતનો છે. જેને તત્કાલીન યુપીએ સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી તરીકે પિતાના કાર્યકાળ દરમિયાન ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરી મળી હતી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુરુવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને રાજ્યની વિવિધ પહેલો પર ચર્ચા કરી.
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, વ્યાપક કાર્યવાહીના ભાગ રૂપે 20 કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે.
મેઘાલયમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પૂર્વ જયંતિયા હિલ્સમાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક છ બાંગ્લાદેશી નાગરિકોને પકડીને ગેરકાયદેસર સરહદ પાર કરવાના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો.