EDIIએ ઉદ્યોગસાહસિકતા વિકાસ, શિક્ષણ, તાલીમ અને સંસ્થા નિર્માણના 40 વર્ષ પૂર્ણ કર્યા
ઈડીઆઈઆઈની શરૂઆત 1980ના સમયમાં થઈ ત્યારે સમાજમાં ઉદ્યોગસાહસિકતા અંગે ડરની લાગણી પ્રવર્તતી હતી
ગાંધીનગર : એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ) એ સંસ્થાના કેમ્પસમાં ગુરુવાર, 20 એપ્રિલના રોજ ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, તાલીમ, સંશોધન અને સંસ્થાના નિર્માણના ચાર દાયકાની ઉજવણી કરી. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિપદે હતા. આ અગ્રણી સંસ્થાની સ્થાપના 1983માં આઈડીબીઆઈ બેંક, આઈએફસીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને ગુજરાત સરકારના સમર્થનથી કરવામાં આવી હતી.
ઇવેન્ટનું ઉદ્ઘાટન શ્રી રાકેશ શર્મા, પ્રમુખ- ઈડીઆઈઆઈ અને એમડી તથા સીઈઓ, આઈડીબીઆઈ બેંક લિમિટેડ, ડો. મિલિંદ કાંબલે, ઈડીઆઈઆઈ ગવર્નિંગ બોર્ડના સભ્ય, અધ્યક્ષ, 40-વર્ષની ઉજવણી સમિતિ અને સ્થાપક અધ્યક્ષ, ડીઆઈસીસીઆઈ, ડો. શૈલેન્દ્ર નારાયણ, ઈડીઆઈઆઈ ગવર્નિંગ બોર્ડના સભ્ય અને ભૂતપૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, સીડબી, ડો. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ-ઈડીઆઈઆઈ અને સરકાર, કોર્પોરેટ અને શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.
આ પ્રસંગે શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ડિગ્રીનો અર્થ કૌશલ્ય અને યોગ્યતા નથી. ભારતમાં 60 ટકા યુવાનો પાસે ડિગ્રી છે પરંતુ આનાથી તેઓ બજારની માંગને પહોંચી વળવા સક્ષમ નથી. યુનિવર્સિટીઓ અને કોલેજો જે ડિગ્રીઓ આપે છે અને માર્કેટમાં કૌશલ્યની જરૂરિયાત છે તેની વચ્ચે મોટો તફાવત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે યુવાનો સર્જનાત્મક નથી. જો તેમને માર્ગદર્શન, સલાહ, પ્રશિક્ષણ, સહયોગ આપવામાં આવે તો તેઓ ખીલી શકે છે.
તેમને નવીનતાઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ સાથે સંરેખિત કરવાની જરૂર છે જેથી તેઓ મજબૂત પ્રદર્શન કરી શકે. આ પ્રકારનું પ્લેટફોર્મ, જેની નવી શિક્ષણ નીતિ પણ પરિકલ્પના કરે છે, તે ભારતને પ્રગતિશીલ બનાવશે કારણ કે તેમાં કામ કરતી યુવા વસ્તીનો પણ ફાયદો છે. મને ખુશી છે કે અમારી પાસે ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓ છે જે તાલીમ અને પ્રેરણા દ્વારા આ દિશામાં પ્રયત્નોને પૂરક બનાવી રહી છે. હું ઈડીઆઈઆઈને શુભેચ્છાઓ પાઠવું છું.
ભારતમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ટિપ્પણી કરતા, શ્રી રાકેશ શર્માએ કહ્યું, અમે ઉદ્યોગસાહસિકતામાં વધતા વિશ્વાસ, વિદ્યાર્થીઓની નોકરી-શોધવાની માનસિકતામાંથી મુક્ત થવાની, નવીનતાથી વિચારવાની અને ટકાઉ સ્ટાર્ટઅપ્સ ઊભા કરવાની ઇચ્છા જોઈ રહ્યા છીએ.
દર વર્ષે અમે ઈડીઆઈઆઈના પીજી અને અન્ય કાર્યક્રમો માટે નોંધણી કરાવનારા લોકોની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ. અન્ય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ પણ આજે ઉદ્યોગસાહસિકતા પર અભ્યાસક્રમો ઓફર કરવાનું શરૂ કર્યું છે અને તે ઉદ્યોગસાહસિકતાને સભાન કારકિર્દી વિકલ્પ બનાવવા માટે ઈડીઆઈઆઈના યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરે છે. સર્વસમાવેશક વૃદ્ધિના મહત્વ પર ભાર મૂકતા ડો. મિલિંદ કાંબલેએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે જે ભારતની જરૂરિયાત છે.
સફળ ઉદ્યોગસાહસિકતાનો અર્થ હંમેશા મોટા ઉદ્યોગો અથવા નગરો અને શહેરોમાં ઉત્પાદન એકમો નથી હોતો, તેનો અર્થ ભારતના ગામડાંમાં રહેતા લોકો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, દિવ્યાંગો અને મહિલાઓ માટે તકો પણ છે. જો આમ થશે તો જ દેશ પ્રગતિ કરી શકે છે.
ઉદ્યોગસાહસિકતા લોકોને વૃદ્ધિમાં સામેલ કરવાની તક આપે છે. ઈડીઆઈઆઈ એ તેના હસ્તક્ષેપ દ્વારા આ દર્શાવ્યું છે.પોતાના સંબોધનમાં ડો. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે,ઉદ્યોગસાહસિકતા શીખવી શકાતી નથી એવી દહેશત સેવાતી હતી તેવા સમયે ઈડીઆઈઆઈની સ્થાપના કરવામાં આવી હતી.
40 વર્ષ પછી જ્યારે આપણે ગુણવત્તા, વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતા માટે મૂલ્યવાન, વધુને વધુ આદરણીય બ્રાન્ડ બનેલા 'મેડ ઈન ઈન્ડિયા' ટેગને જોઈએ છીએ, ત્યારે તે ખૂબ સારું લાગે છે. ઈડીઆઈઆઈ એ ભારતીય ઉદ્યોગસાહસિકોને અત્યાર સુધી ઉચ્ચ શિખર સુધી લાવવામાં ભૂમિકા ભજવી છે. ઉદ્યોગસાહસિકતાને જે મહત્વ પ્રાપ્ત થયું છે અને સરકાર ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા પર જે ભાર મૂકી રહી છે તે જોતાં, તે દિવસ દૂર નથી જ્યારે ભારતને અગ્રણી ઉદ્યોગસાહસિક અને સ્ટાર્ટઅપ ડેસ્ટિનેશનમાંના એક તરીકે ઓળખવામાં આવશે.
ઉજવણીના ભાગરૂપે સંસ્થાએ તેની 40-વર્ષની સફરનું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક અને ઈડીઆઈઆઈના કાર્યના વિવિધ ક્ષેત્રો અને તેની સિદ્ધિઓને પ્રકાશિત કરતી એક ફિલ્મ રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ઈડીઆઈઆઈ દ્વારા પ્રશિક્ષિત કારીગરો, ઇન્ક્યુબેટીઝ અને દિવ્યાંગોના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.