એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે.
આ પ્લાન ઓછામાં ઓછા ચાર દિવસ સળંગ હોસ્પિટલમાં દાખલ રહેવા સામે લોનના હપ્તાઓ માટે એકસાથે ચુકવણી ઓફર કરે છે. લોનની મુદત પૂરી થાય ત્યાં સુધી ગ્રાહકો દર વર્ષે એકવાર આ પ્લાનનો લાભ મેળવી શકે છે. આ પ્લાન હેઠળ જો ગ્રાહકને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો વીમાદાતા દ્વારા ગ્રાહક વતી તેની વિમીત રકમના વર્તમાન/ભવિષ્યના બાકી હપ્તા/ઓ એલટીએફને ચૂકવવામાં આવશે.
આ પ્લાન 18 થી 60 વર્ષની વય જૂથના ગ્રાહકોને ઓફર કરી શકાય છે અને લોનની મુદતના આધારે પોલિસીની મુદત 2 થી 5 વર્ષની વચ્ચે હોય છે. વીમાની રકમ લોનની ચુકવણીના આવર્તન એટલે કે, માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક સમયગાળા પર આધારિત છે, જે રૂ. 30,000 થી રૂ. 90,000 રૂ. વચ્ચે હોઈ શકશે . આ પ્લાન ગ્રાહકોને પ્રીમિયમ ફંડિંગ વિકલ્પ પણ આપે છે.
ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાન અગાઉ જુલાઈ 2020માં કોવિડ મહામારી દરમિયાન કંપનીના ખેડૂત ગ્રાહકોને સપોર્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો અને તેમને નવી ટ્રેક્ટર લોન, ટોપ-અપ લોન અથવા એલટીએફ તરફથી પુનર્ધિરાણ લોન મેળવવા સમયે ઓફર કરવામાં આવે છે. આ સીમાચિહ્ન વિશે બોલતા,એલએન્ડટી ફાઈનાન્સના ફાર્મર ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી આશિષ ગોયલે જણાવ્યું હતું કે, “પ્રોડક્ટ-કેન્દ્રિતથી ગ્રાહક-કેન્દ્રિત તરફ વળવાના ધ્યેય સાથે, અમારી વ્યૂહાત્મક યોજના લક્ષ્ય 2026ને ધ્યાનમાં રાખીને, અમે ટોચની, ડિજિટલી-સક્ષમ, રિટેલ ફાઈનાન્સ કંપની બનવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
આ ઉદ્દેશ્યને અનુરૂપ અમે ખેડૂતોની સુવિધા અને તેમના મુશ્કેલ સમયમાં નાણાકીય સહાય પૂરી પાડવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાન શરૂ કર્યો હતો. નોંધનીય રીતે, ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાન અમારા કૃષિ લોન ગ્રાહકોને ન્યૂનતમ દસ્તાવેજો સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત દાવાની પ્રક્રિયા પ્રદાન કરે છે. આજ સુધીમાં, અમે આ યોજના હેઠળ 1.5 લાખથી વધુ ખેડૂતોને આવરી લીધા છે, અને ખેડૂત સમુદાયની સેવા કરતા 1000થી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે.
શ્રી ગોયલે ઉમેર્યું કે, હાલમાં આ પ્લાન તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય રાજ્યોને આવરી લેતા ભારતના 16 ઓપરેશનલ રાજ્યોમાં તમામ કૃષિ લોન ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહી છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.