ઈપેક ડ્યુરેબલ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું
ઈપેક ડ્યુરેબલ્સ લિમિટેડ (“ધ કંપની”) એ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સમક્ષ ફાઇલ કર્યું છે. એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, ભારતમાં નાણાંકીય વર્ષ 2020 અને 2023 વચ્ચે ઉત્પાદિત વોલ્યુમમાં વૃદ્ધિના આધારે કંપની સૌથી ઝડપથી વિકસતી રૂમ એર કંડિશનર ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર્સ (“ઓડીએમ”) છે.
ઈપેક ડ્યુરેબલ્સ લિમિટેડ (“ધ કંપની”) એ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સમક્ષ ફાઇલ કર્યું છે. એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, ભારતમાં નાણાંકીય વર્ષ 2020 અને 2023 વચ્ચે ઉત્પાદિત વોલ્યુમમાં વૃદ્ધિના આધારે કંપની સૌથી ઝડપથી વિકસતી રૂમ એર કંડિશનર ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર્સ (“ઓડીએમ”) છે.
કંપની ઇક્વિટી શેરના આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના). ઓફરમાં રૂ. 400 કરોડ સુધીના ઈક્વિટી શેરના નવા ઈશ્યૂ (“ફ્રેશ ઈશ્યૂ”) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 1,30,67,890 ઈક્વિટી શેર સુધીના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) નો સમાવેશ થાય છે.
કંપનીએ ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવાની દરખાસ્ત કરી છે – (1) ઉત્પાદન એકમો સ્થાપવા / વિસ્તારવા માટે મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવા (2) અમારી કંપનીની અમુક બાકી લોનની આંશિક અથવા સંપૂર્ણ રીતે પુન:ચુકવણી અને/અથવા પૂર્વચુકવણી કરવા અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
વેચાણની ઓફરમાં બજરંગ બોથરા દ્વારા 11,72,976 સુધીના ઇક્વિટી શેર્સ, લક્ષ્મી પત બોથરા દ્વારા 6,66,798 સુધીના ઇક્વિટી શેર્સ, સંજય સિંઘાનિયા દ્વારા 7,48,721 સુધીના ઇક્વિટી શેર્સ, અજય ડીડી સિંઘાનિયા દ્વારા 7,48,721 સુધીના ઇક્વિટી શેર્સ (“સામૂહિકપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”), પિંકી અજય સિંઘાનિયા દ્વારા 2,86,351 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રીતિ સિંઘાનિયા દ્વારા 2,86,351 સુધીના ઇક્વિટી શેર્સ, નિખિલ બોથરા દ્વારા 4,42,905 સુધીના ઇક્વિટી શેર્સ, નીતિન બોથરા દ્વારા 4,42,905 સુધીના ઇક્વિટી શેર્સ, રજ્જત કુમાર બોથરા દ્વારા 3,79,633 સુધીના ઇક્વિટી શેર્સ (“સામૂહિકપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”), ઈન્ડિયા એડવાન્ટેડ ફંડ એસ4 1 દ્વારા 72,61,127 સુધીના ઇક્વિટી શેર અને ડાયનેમિક ઇન્ડિયા ફંડ એસ4 યુએસ 1 દ્વારા 6,31,402 સુધીના ઇક્વિટી શેર (“સામૂહિકપણે, ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”)નો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
ભારતીય શેરબજારમાં સતત વધઘટ ચાલુ છે. દરમિયાન સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે બજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી. પરંતુ બજાર ખુલ્યાના થોડા સમય બાદ જ તેમાં ઘટાડો થવા લાગ્યો હતો.
પ્રીમિયમ લો-વોલેટિલિટી ગ્રેડ માટે ઓસ્ટ્રેલિયા મૂળના સ્પોટ કોકિંગ કોલના ભાવમાં 2024માં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આયર્ન ઓરના ભાવમાં આ સમયગાળા દરમિયાન 9-10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કારોબારી દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયાલિટી અને મીડિયા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.