ઈટીએસે ગુજરાતમાં સાત નવા પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવા યોજનાની જાહેરાત કરી
નવા પરીક્ષા કેન્દ્ર મેહસાણા, વડોદરા, આણંદ, અહમદાવાદ, સૂરત અને રાજકોટમાં ખુલશે.મેહસાણામાં પ્રથમ વાર પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવશે
અમદાવાદ : ઈટીએસે આજે આ વર્ષે ગુજરાતમાં સાત નવા પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવાની પોતાની યોજના જાહેરાત કરી. આ નવા પરીક્ષા કેન્દ્ર મેહસાણા, વડોદરા, આણંદ, અહમદાવાદ, સૂરત અને રાજકોટમાં ખુલશે. મેહસાણામાં પ્રથમ વાર પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવશે. આ પરીક્ષા કેન્દ્રોની સ્થાપનાથી TOEFL અને GRE પરીક્ષાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે.
ઈટીએસે નેશનલ ઈન્ડિયન સ્ટુડેન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન (એનઆઈએસએયુ)ના સહયોગથી 25 ભારતીય વિદ્વાનો માટે ‘યૂકે-ઈન્ડિયા ટીઓઈએફએલ® શિષ્યવૃત્તિ’ શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ શિષ્યવૃત્તિઓ ભારત@75, ઈટીએસ@75 અને ભારત-યૂકે સંબંધોના સમારંભના એક ભાગના રૂપમાં કુલ યૂએસ ડોલર 75,000 (લગભગ 60 લાખ રૂપિયા)ની છે. જે બ્રિટેનના કોઇ વિશ્વવિદ્યાલયમાં પોતાના સ્નાતક અને સ્નાતકોત્તર વર્ષો દરમિયાન એકેડેમિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને સમર્થન આપશે. પસંદિત ઉમેદવારોને રૂ.2.4 લાખની શિષ્યવૃત્તિ જીતવાની તક પણ મળશે. અરજદાર આ વેબસાઇટ પર વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે છેઃ www.toefltest.in/scholarship
અમદાવાદમાં મીડિયા સાથે વતચીત કરતા ઈટીએસ ખાતેના ગ્લોબલ ગ્રોથ એન્ડ લેંગવેજીસના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મોહમ્મદ કૌશાએ જણાવ્યું, “અમે ગુજરાતમાં વિસ્તાર કરવા અમે સમગ્ર ક્ષેત્રમાં પરીક્ષાર્થીઓ માટે ETSની પરીક્ષાઓ સુધી પહોંચ વધારવા માટે ઉત્સાહિત છીએ. ભારતના સૌથી મોટા રાજ્યોમાંથી એક ગુજરાતના વિશાળ આકારને જોતા, અહીં પોતાની ઉપસ્થિત વધારવાની પદ્ધતિઓનો ઓળખવી અમારા માટે સ્વાભાવિક છે, આ ન માત્ર વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે છે, પરંતુ સ્ટડી-અબ્રોડ અને ઇમીગ્રેશન સલાહકારોના
અમારા વધતા નેટવર્કને ટેકો આપવા માટે પણ છે, જે તેમને ત્યાં પહોંચાડવામાં મદદ કરશે.” તાજેતરમાં જ, ઈટીએસે પરીક્ષા આપનારાઓ માટે શ્રેષ્ઠત્તમ અનુભવ બનાવવાના પોતાના નિરંતર પ્રયાસના ભાગ રૂપે TOEFL iBT®માં રોમાંચક સંવર્ધનની એક શ્રેણીની જાહેરાત કરી. આગામી કેટલાક મહીનાઓમાં, ભારતમાં પરીક્ષાર્થી આશા કરી શકે છે કેઃ
- 26 જુલાઈ, 2023થી હવે થશે નાની TOEFL iBT ટેસ્ટ. ટેસ્ટ પૂરી થવામાં હવે બે કલાકથી પણ ઓછો સમય
લાગશે – જે પહેલા ત્રણ કલાકનો હતો- આ પરિણામ સ્વરૂપ છે.
- ટેસ્ટ દરમિયાન સુવ્યવસ્થિત નિર્દેશ અને નેવિગેશન
- એક નવું, વધુ આધુનિક “એકેડેમિક ચર્ચા માટે લખો”, જે પાછલા સ્વતંત્ર લેખન કાર્યને પ્રસ્થાપિત કરે છે
- એક નાનો વાંચન ખંડ
- તમામ અનસ્કોર કરાયેલા ટેસ્ટ પ્રશ્નોને દૂર કરવા
- ભારત માટે એક સમર્પિત ગ્રાહક સેવા કેન્દ્ર, જે તુર્તજ પ્રભાવી હશે. આ કેન્દ્ર વિશેષ રીતે ભારતીય પરીક્ષાર્થીઓ માટે છે, જે સપ્તાહમાં 7 દિવસ સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક (IST) 12 કલાક ઉપલબ્ધ હશે.
- જુલાઈ 2023થી શરૂ થશે એક સરળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા. પરીક્ષાર્થી એક ખાતુ બનાવી શકે છે અને ઉપલબ્ધ TOEFL iBT ટેસ્ટ તારીખ માટે પહેલાથી ખૂબ જ વધુ ઝડપી અને સરળ રજીસ્ટ્રેશન કરી શકે છે.
- વધુ સ્થાનિક લાભ, જેવા વધુ સ્થાનિક ચૂકવણી વિકલ્પ, તરત જ અસરકારક જે આગામી અઠવાડિયામાં વધુ વિસ્તરણ કરવામાં આવશે. વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા વૈશ્વિક ક્રેડિટ કાર્ડ ઉપરાંત, પરીક્ષાર્થીઓ પાસે સ્થાનિક રીતે જારી કરાયેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, ડિજિટલ વોલેટ અને નેટ બેંકિંગ જેવા સુવિધાજનક સ્થાનિક ચૂકવણી વિકલ્પો સુધી પહોંચ હશે. પહેલી વાર ટેસ્ટ મૂલ્ય ભારતીય રૂપિયામાં તેમના કાર્ટમાં પ્રસતુત કરવામાં
આવશે.
-26 જુલાઈ, 2023થી શરૂ થતા સ્કોર પારદર્શિતામાં વધારો. પરીક્ષાર્થી પોતાના સ્કોરની સ્થિતિમાં બદલાવની રીયલ-ટાઇમ નોટિફિકેશન મેળવવા ઉપરાંત, ટેસ્ટ પૂરી થવા પર પોતાની સત્તાવાર સ્કોર રિલીઝની તારીખ જોઇ શકશે. આ ઉપરાંત, આગામી કેટલાંક અઠવાડિયામાં TOEFL iBT ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ અને TOEFL iBT પ્રેક્ટિસ સેટના અપડેટેડ વર્ઝન TOEFL વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. TOEFL ટેસ્ટ દુનિયાભરના સ્કોર ઉપયોગકર્તા માટે સૌથી વિશ્વસનીય, માન્ય અને સુરક્ષિત વિકલ્પ બનેલો છે. અને હવે, આ વધારાના સંવર્ધનની સાથે, સ્કોર ઉપયોગકર્તાઓને વિશ્વાસ કરી શકાય છે કે પરીક્ષાર્થીઓનો અનુભવ ટેસ્ટના દિવસની ચિંતાને ઘટાડતા, તેમનો સમય બચાવતા હવે વધુ સુખદ હશે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.