શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને બંધ, નિફ્ટી પણ 19700ની નીચે સરકી
સ્થાનિક શેરબજારની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ હતી. નકારાત્મક વૈશ્વિક સંકેતો અને ભૌગોલિક રાજકીય તણાવની અસર પણ બજાર પર જોવા મળી હતી.
બુધવારે સ્થાનિક શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. દિવસભરની ભારે વધઘટ બાદ અંતે બજાર મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને અંતે 65,877.07 ના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો બેન્ચમાર્ક નિફ્ટી (NIFTY) પણ 140.4 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 19700ના સ્તરની નીચે એટલે કે 19671.10 ના સ્તરે બંધ રહ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટ્યા છે.
શેરબજારમાં આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ્ટી અને આઇટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફાર્મા અને મીડિયા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી 50 પર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, NTPC, HDFC બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સ હતા, જ્યારે સિપ્લા, ડૉ રેડ્ડીઝ લેબ્સ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને SBI લાઇફ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે.
સ્થાનિક શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ મંગળવારે વધારો નોંધાયો હતો. મંગળવારે BSE સેન્સેક્સ 261 પોઈન્ટના વધારા સાથે 66,428 ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના વધારા સાથે 19,811ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે, BSE સેન્સેક્સ 7.51 પોઈન્ટ (0.01%) ઘટીને 74,332.58 પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 7.80 પોઈન્ટ (0.03%) ના નજીવા વધારા સાથે 22,552.50 પોઈન્ટ પર બંધ થયો.
રશિયા પાસેથી અશ્મિભૂત ઇંધણની આયાતમાં ચીન 235 અબજ યુરો (તેલ માટે 170 અબજ યુરો, કોલસા માટે 34.3 અબજ યુરો અને ગેસ માટે 30.5 અબજ યુરો) સાથે આગળ રહ્યું. CREA અનુસાર, ભારતે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, 2 માર્ચ, 2025 થી ત્રણ વર્ષમાં રશિયા પાસેથી કુલ 205.84 બિલિયન યુરોના અશ્મિભૂત ઇંધણ ખરીદ્યા છે.
બુધવારે પણ બજાર લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને મોટા વધારા સાથે બંધ થયું. સતત 10 દિવસ સુધી ઘટાડા સાથે બંધ રહ્યા પછી, બુધવારે બજારે વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો. જે પછી આજે ફરી એકવાર બજારમાં તેજી જોવા મળી અને તે સારા વધારા સાથે બંધ થયું.