ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને 20 ટકા હિસ્સો વેચશે
આ સોદાથી ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડ તેની ક્ષમતાઓ વિસ્તારશે, જ્યારે ભારત બાયોટેક ગ્રૂપ ભારતની ગ્રોથ સ્ટોરીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે
તામિલનાડુ સ્થિત નિટવેર ફર્મ ઇસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોધિંગ પ્રાઇવેટ લિમિટેડે ભારત બાયોટેક ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપનીને આશરે 20 ટકા હિસ્સાનાં વેચાણ માટે ભાગીદારી કરી છે. ઇસ્ટમેન એક્સપોર્ટ્સ હિસ્સા વેચાણમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે, બેકવર્ડ ઇન્ટીગ્રેશન અને ગ્રાહકો મેળવવા માટે કરશે. જ્યારે અન્ય દેશો નરમાઇનો સામનો કરી રહ્યા છે ત્યારે આ ફન્ડથી કંપનીને વૈશ્વિક એપેરેલ ઉદ્યોગમાં તેની હાજરી વધારવામાં અને એક જ દેશને બદલે અન્ય દેશમાં પણ ઉત્પાદનનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની ચાઇના પ્લસ સ્ટ્રેટેજી અપનાવવામાં આવશે.
ઇસ્ટમેન એક્સપોર્ટ્સના ચેરમેન એન ચંદ્રને જણાવ્યું હતું કે, “આ રોકાણ અમારા બિઝનેસમાં વિશ્વાસનું મજબૂત પ્રમાણ છે. અમે ભારત બાયોટેક ગ્રૂપ સાથે ભાગીદારી કરતાં રોમાંચ અનુભવી રહ્યા છીએ. આ ફ્ન્ડનો ઉપયોગ અમારી ક્ષમતાને મજૂબત કરવા, બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટે અને નવાં બજારો સુધી પહોંચવા માટે કરવામાં આવશે. અમે અમેરિકામા ઓફિસ સ્થાપી છે અને ટૂંક સમયમાં યુકે ઓફિસ પણ શરૂ કરીશું. ભારતે યુએઇ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હોવાથી અમે પશ્ચિમ એશિયામાં પણ પ્રવેશવા પર વિચારીશું.”
ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા હોવાથી કંપની ઓસ્ટ્રેલિયા, જાપાન, યુએઇ અને યુરોપિયન બજારોમાં પ્રવેશવા માટે પણ આતુર છે. ભારત બાયોટેકનાં મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ જણાવ્યું હતું કે, “અમે વિવિધ ઉદ્યોગોમાં મેક ઇન ઇન્ડિયા સ્ટ્રેટેજી માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છીએ. ભારત કપાસ આધારિત તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન કરતાં જૂજ વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ દેશોમાંનો એક છે અને અમારું વિઝન આ ઉદ્યોગની વૃધ્ધિ કરવાનું અને વિશ્વને ઉત્પાદનમાં સહાય કરવાનું છે. ગ્રામીણ અને અર્ધ શહેરી સમુદાયો, ખાસ કરીને મહિલાઓને મદદ કરવાનું અમારું વિઝન આ ભાગીદારી દ્વારા સાકાર થશે, જેનાં દ્વારા અમે 10,000 મહિલાઓને રોજગારી પૂરી પાડીશું.”
બંને કંપનીઓ વચ્ચે થયેલા શેર પરચેઝ એગ્રીમેન્ટને ભારતીય સ્પર્ધા પંચ દ્વારા ‘ગ્રીન ચેનલ’ રૂટ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ રુટ અંતર્ગત સ્પર્ધા પંચને જાણ કરવામાં આવે પછી ટ્રાન્ઝેક્શનને મંજૂર થયેલો માનવામાં આવે છે અને સ્પર્ધા પર તેની કોઇ નોંધપાત્ર અસર થવાનું જોખમ હોતું નથી. આ સોદા પર અમલ થઈ ગયો છે અને બંને ટીમો બિઝનેસની વૃધ્ધિ માટે પાર્ટનરશીપ મોડલ પર કામ કરી રહી છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.