પોઇચા નીલકંઠ ધામ ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના દક્ષિણ ઝોન નું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
નર્મદા જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં સૌપ્રથમ ઝોન વાઈઝ, દક્ષિણ ઝોનનુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નીલકંઠ ધામ માં યોજાઈ ગયું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં સૌપ્રથમ ઝોન વાઈઝ, દક્ષિણ ઝોનનુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નીલકંઠ ધામ માં યોજાઈ ગયું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા એ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં સારસ્વત ભવન નથી તો શિક્ષણ મંત્રી દ્વારા પરિવારના મોભી તરીકે આવનારા દિવસોમાં સારસ્વત ભવનની ભેટ આપવામાં આવે, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી ભુસારા એ પોતાના વક્તવ્યમાં નર્મદા જિલ્લાના શિક્ષણ ને આગળ લાવવા માટે વિવિધ પ્રકારના જે પ્રયત્ન કરવા આવી રહ્યા છે તેની વિષદ છણાવટ કરી હતી.આ પ્રસંગના ઉદ્ઘાટક અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.તેમજ નર્મદા જિલ્લા ખાતે આ ઝોન કક્ષાનું સૌપ્રથમ અધિવેશન યોજાઇ રહેલ હોય નર્મદા જિલ્લાના હોદ્દેદારો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે પોતાની હળવી શૈલીમાં રાજ્યના શિક્ષણની વિકાસગાથા વર્ણવી હતી, આવનારા દિવસોમાં કાયમી શિક્ષકો ફાળવવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લાના તેજસ્વી તારલાઓ,નિવૃત્ત આચાર્યો,નવનિયુક્ત આચાર્યો, રાજ્ય અને રાષ્ટ્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અચર્યોનું મંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અધિવેશન માં દક્ષિણના જુદા જુદા આઠ જિલ્લાઓ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, નર્મદા, વડોદરા, અને છોટાઉદેપુર ના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આચાર્યો અને સંચાલકો એ હાજર રહી આ એક દિવસીય અધિવેશનને સફળ બનાવ્યું હતું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી