નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભીમસિંહ તડવી અને ઉપપ્રમુખ પદે મેહુલ માછી ની બિનહરીફ વરણી
નર્મદા જિલ્લાની તમામ પાંચ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ પદે વનીતાબેન વસાવા ઉપપ્રમુખ પદે જીતેન્દ્રભાઈ પટેલ વિજેતા જાહેર.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રયુશાબેન વસાવાની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકી રહેતી અઢી વર્ષની મુદત માટે નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી હાથ ધરાતા ભારતીય જનતા પાર્ટીના ભીમસિંહભાઈ તડવી પ્રમુખ પદે અને મેહુલભાઈ માછી ઉપપ્રમુખ પદે બિનહરીફ વિજેતા થયા હતા.આ સહિત નર્મદા જિલ્લાની નાદોદ તાલુકા પંચાયત,ગરૂડેશ્વર તાલુકા પંચાયત, સાગબારા તાલુકા પંચાયત, ડેડીયાપાડા તાલુકા પંચાયત અને તિલકવાડા તાલુકા સહિત ની પાંચેય તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી એ ભગવો લહેરાવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના પ્રમુખો અને ઉપપ્રમુખ ની અઢી વર્ષ માટેની મુદ્દત પૂર્ણ થતા જિલ્લા પંચાયત કચેરી, નર્મદા રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી હાથ ધરાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ભીમસિંહભાઈ તડવી એ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ માછીએ ઉમેદવારી નોંધાવી હતી તેઓની સામે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આજરોજ ચૂંટણી અધિકારીએ તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
નાદોદ તાલુકા પંચાયત ખાતે પણ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના વનિતાબેન સુનિલભાઈ વસાવા પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ પટેલ રહે.વાવડી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ડેડીયાપાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના સંજયભાઈ વસાવા જ્યારે ઉપપ્રમુખ પદે રમેશભાઈ વસાવા પણ બિનહરિફ વિજેતા જાહેર થયા હતા.
સાગબારા તાલુકા પંચાયત ના પ્રમુખ ની પણ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રમુખ પદે ચંપાબેન વસાવા અને ઉપપ્રમુખ પદે સુરપસિંહભાઈ વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ પદે પ્રેમજીભાઈ ઉકળભાઈ ભીલ અને ઉપપ્રમુખ પદે પ્રદીપભાઈ જીવણભાઈ તડવી નો વિજય થયો હતો કોંગ્રેસના પંકજભાઈ બંસીભાઇ ભીલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ભાજપા માંથી કેટલાક સદસ્યોને પોતાની તરફે મતદાન કરશે એવો આશાવાદ વ્યસ્ત કર્યો હતો પરંતુ કોંગ્રેસના જ કેટલાક સદસ્યો એ ભાજપા તરફ નો વલણ આપનાવતા કોંગ્રેસની બાજી ઉંધી વળી હતી અને તિલકવાડા તાલુકા પંચાયત ખાતે પણ ભારતીય જનતા પાર્ટી એ ભગવો લહેરાવ્યો હતો.
જ્યારે ગરુડેશ્વર તાલુકાની ચૂંટણી રસાકસી ભરી બનશે એવા એંધાણ વર્તાયા હતા, કારણ કે ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપાના 9 અને કોંગ્રેસના 7 સદસ્યો હોઈ કોંગ્રેસ પાર્ટી એ ભાજપમાંથી બે ત્રણ સદસ્યોને પોતાના તરફે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસને તેમાં સફળતા મળી નહોતી જેથી ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માંગતાભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે જશીબેન તડવીનો વિજય થયો હતો કોંગ્રેસ તરફથી દક્ષાબેન તડવીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આમ આજરોજ નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીનો ભગવો સમગ્ર નર્મદા જિલ્લામાં લહેરાયો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો જેને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહીત કાર્યકરોએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવ્યો હતો.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.