મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ
મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા.
મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા. જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખોટનો વિજય થયો હતો તેમ જ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયત લુણાવાડા, બાલાસિનો, કડાણા , ખાનપુર, સંતરામપુર અને વીરપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજય બન્યા છે.
મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખોટનો વિજય થવા પામ્યો છે. જ્યારે લુણાવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભલવેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મીનાબેન ચાવડા જાહેર થયા છે. કડાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મંજુબેન માલીવાડ અને ઉપપ્રમુખ તરીકે બીપીનભાઈ પંચાલ જાહેર ઘોષિત થયા છે.
સંતરામપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હરીશભાઈ વડવાઈ અને ઉપપ્રમુખ તરીકે આશાબેન ખાંટ વિજય બન્યા છે. કાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રશ્મિકાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે નીશંતભાઈ જોષી ને વિજય ઘોષિત કરવામાં આવ્યા છે. બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સવિતાબેન ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે રામાભાઇ સોલંકી વિજય ઘોષિત થયા છે.
આ મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં ઉપર મુજબ પ્રમુખ પ્રમુખ તરીકે વિજયી બન્યા છે... જિલ્લા પંચાયત કચેરી ખાતે શરણાઈઓના સુર વચ્ચે અને ફટાકડાઓ ફોડીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જીતેલા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.