ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે
ચૂંટણી કામગીરીમાં પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીઓ મહત્તમ રોકાયેલા હોય છે, ત્યારે પોસ્ટલ બેલેટથી મતદાનના દિવસે કોઈપણ અધિકારી મતદાનથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ આગામી દિવસોમાં યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે નાગરિકો ઉપરાંત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ/ અધિકારીઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરીમાં પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીઓ મહત્તમ રોકાયેલા હોય છે, ત્યારે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના દિવસે કોઈપણ કર્મચારી અધિકારી મતદાન થી વંચિત ન રહી જાય તે જોવા
જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતા લાછુન સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ મહત્તમ મતદાન કરે તે માટે ની એક બેઠક ખંભાત ખાતે એ.આર.ઓ શ્રી કુંજલ શાહ દ્વારા પણ યોજવામાં આવી હતી. જેમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા અને કોઈપણ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ મતદાન કરવાથી વંચિત ન રહે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે