યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો
૪૦ થી વધુ લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ ઉમેદવારો ભાગ લીધો હતો જેમાંથી ૨૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.
વડોદરા : યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર , વડોદરા દ્વારા તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ વાગે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, કમાટી બાગની સામે ,યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં એમ.બી.એ., એમ. કોમ., બી. ઇ. મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ કેમિકલ/ એનવાયરોમેન્ટ ની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ ઉમેદવારોની ૫૦ થી વધુ જગ્યા માટે વડોદરા જીલ્લાના ૭ જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા. જેના માટે ૪૦ થી વધુ લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ ઉમેદવારો ભાગ લીધો હતો જેમાંથી ૨૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.
ભરતી મેળા પુર્વે ઉમેદવારો માટે ફ્યુચર પ્લેસમેન્ટ દ્વારા "IMPORTANCE OF GROOMING AND HOW TO TACKLE INTERVIEW" વિષય પર અને શ્રી નિશાંત જોષી દ્વારા "ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિઅર ઈન્ફોરમેશન" પર સેમીનાર યોજવામા આવ્યો હતો. ભરતી મેળામાં યુઈબીના નાયબ વડાશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને આજે થીંકીગ ડે ના દિવસે અભ્યાસ પુર્ણ કરીને માતા પિતાના સપના અને જે અભ્યાસ કર્યો છે તેનો માનવજાત માટે ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.
વધુમાં રોજગારી, સ્વરોજગાર, વોકેશનલ તાલીમ અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે તકો ઝડપવા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.આ સાથે ઉમેદવારોને ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી