તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો. આ ભરતીમેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
વડોદરા : તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો. આ ભરતીમેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી,વડોદરા અને આઈ.ટી.આઈ ફોર ડીસેબલ, તરસાલી અને હાલોલની રીકેમ આરપીજી પ્રા.લી કંપનીના સંયુકત ઉપક્રમે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર બહેરામુંગા અને પગથી દિવ્યાંગ તેમજ ઓછી દ્રષ્ટી ખામી ધરાવતા સ્વતંત્ર રીતે અવરજવર કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.૧૦ અને ૧૨ પાસ , આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજયુએટ (ટેકનીકલ અને નોન ટેકનીકલ),માસ્ટર (ટેકનીકલ અને નોન ટેકનીકલ) તેથી વધુ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા માત્ર દિવ્યાંગ સ્ત્રી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
આ ભરતી મેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ મહિલાઓ અને યુવતીઓ તેમના વાલી સાથે આવી હતી. રીકેમ કંપનીમા ઓપરેશન,મેન્ટેનન્સ,કવાલીટી જેવા ટેકનીકલ રોલ માટે તેમજ સ્ટોર,ફાઈનાન્સ, ઈ.એચ.એસ, લોજીસ્ટિક પ્લાનીંગ જેવા નોન ટેકનીકલ રોલ માટેની ૩૦ જેટલી વિવિધ જગ્યા માટે મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી.
દિવ્યાંગ મહીલા ઉમેદવારોને સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવા સાથે રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ પર તેમના નામની નોંધણી કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા ઉમેદવારોનો મોબાઈલમાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. કંપનીએ દિવ્યાંગ મહિલાઓ અને યુવતીઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસોના ભાગરૂપે આ રોજગાર મેળો યોજાયો હતો.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.