યુ.ઈ.બી. વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર અને અનુબંધમ પોર્ટલ નામ નોંધણી કેમ્પ યોજાયો
૩ નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી જગ્યાઓ માટે ૨૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા.
વડોદરામાં યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વડોદરા દ્વારા યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, ચમેલી બાગ, યુનિવર્સીટી ગેસ્ટ હાઉસની બાજુમાં, યુનિવર્સીટી કેમ્પસ, વડોદરા ખાતે બી.ઇ. મિકેનીકલ, ઇલેક્ટ્રિકલ, એમ. બી. એ., એમ. એસ. ડબલ્યુ., એચ. આર. એમ., આઇ. આર. પી. એમ., એમ. કોમ. તેમજ કોઈપણ માસ્ટર ડિગ્રીની લાયકાત ધરાવતા યુવાનો માટે ટેકનીકલ અને નોન ટેકનીકલની જગ્યા માટે રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં સ્વરોજગાર અને એન્ટર પ્રેન્યોર ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ ઉમેદવારો માટે રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન, એન.સી.એસ.પોર્ટલ રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગેનું વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં ૧૮ થી ૩૫ ઉંમર ધરાવતા અનુભવી-બિન અનુભવી ઉમેદવારોને નોકરીની તકો આપવા માટે ૩ નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી વેકન્સી માટે હાજર રહેલા ૨૦ જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા.
આ ભરતી મેળામાં યુ. ઈ. બી.ના નાયબ વડા અલ્પેશ ચૌહાણ તેમજ મદદનીશ નિયામક રોજગાર કચેરીના ઓવરસીસ કાઉન્સેલર અને એમ.સી.સી. કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરીની સેવાઓનો લાભ લેવા માર્ગદર્શન તેમજ લીડબેંક મેનેજર સુચીતકુમાર દ્વારા સ્વરોજગાર લોન સહાય યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."