ઉધમપુરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓ ઘેરાયા
જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. મળતી માહિતી મુજબ ઉધમપુરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીઓને ઘેરી લીધા છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી જૂથના 4 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા છે.
આ મામલાની માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે વિશેષ ગુપ્ત માહિતીના આધારે કઠુઆમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ બોર્ડર પર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019 ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત દેશમાં ઘણા ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.