શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા PDEU ખાતે CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શેલ એનર્જી ઇન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ દીપ સિંહ દ્વારા પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના મહાનિદેશક પ્રોફ. એસ. સુંદર મનોહરણની આદરણીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. નવા શરૂ થયેલ પ્રોજેક્ટ્સમાં સમાવેશ થાય છે:
1. ગ્રીન હાઈડ્રોજન ઉત્પત્તિ – ટકાઉ ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે ઔદ્યોગિક કચરાનો ઉપયોગ.
2. વાયુમંડલમાંથી CO₂ કૅપ્ચર – વેલ્યુ-એડેડ ઉત્પાદનોમાં ઉપયોગ માટે વાયુમંડલમાંથી કાર્બન ડાયોક્સાઈડ કૅપ્ચર કરવું.
3. નેચરલ ગેસ સાથે હાઈડ્રોજન મિશ્રણ – ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે નેચરલ ગેસ પાઈપલાઈનમાં હાઈડ્રોજનનો સંકલન.
મુખ્ય ઉપસ્થિતોમાં પ્રોજેક્ટ અન્વેષક ડૉ. નમ્રતા બિસ્ત અને પ્રોફ. (ડૉ.) અનિર્બિદ સિરકર, ડૉ. રમેશ ગુદરૂ, પ્રોફ. સુરેન્દ્ર સિંહ કચ્છવાહા અને શેલ પ્રોજેક્ટ્સ સંકલનકર્તા પ્રોફ. ઉત્તમ કુમાર ભુઈનો સમાવેશ થાય છે.
પીડીઈયુ અને એસઈઆઈપીએલ વચ્ચેનું સહયોગ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં આધુનિક અને ટકાઉ તકનીકોના વિકાસ પ્રતિ સઙ્કલ્પનો પ્રતિનિધિત્વ કરે છે. બે વર્ષના સમયગાળા માટે મંજૂર આ પ્રોજેક્ટ્સ નવીનતા લાવવા અને પાયો ભભરતું સંશોધન અને વ્યવહારુ અમલ દ્વારા પર્યાવરણીય પડકારોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભવશે.
ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.