ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો
ENG vs NZ: ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા છે. એટલે કે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનની જરૂર છે. જો રૂટે 86 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ENG vs NZ ICC વર્લ્ડ કપ 2023: વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા છે. એટલે કે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનની જરૂર છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 42 બોલમાં 43 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરને બે-બે વિકેટ મળી હતી.
જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મેટ હેનરી, મિશેલ સેન્ટનર, જેમ્સ નીશમ, ટ્રેન્ટ બોલ્ટ.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.