એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું
નાણાકીય વર્ષ 2022માં ભારતમાં આવકની દૃષ્ટિએ ટોચના ત્રણ હેલ્થકેર પ્રોડક્ટ્સ વિતરકો પૈકી એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
નાણાકીય વર્ષ 2022માં ભારતમાં આવકની દૃષ્ટિએ ટોચના ત્રણ હેલ્થકેર પ્રોડક્ટ્સ વિતરકો પૈકી એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં ₹10,000 મિલિયનના નવા ઈશ્યુ અને શેરહોલ્ડરોને વેચાણ દ્વારા 8,557,597 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થશે. ઓફર ફોર સેલમાં પ્રભાત અગ્રવાલ દ્વારા 534,082 ઇક્વિટી શેર્સ, ઓર્બીમેડ એશિયા III મોરિશિયસ લિમિટેડ દ્વારા 7,500,000 ઇક્વિટી શેર્સ, પ્રેમ સેઠી દ્વારા 353,302 ઇક્વિટી શેર્સ, ચેતન એમ પી દ્વારા 4,401 ઇક્વિટી શેર્સ, દીપેશ ટી. ગાલા દ્વારા 1320 ઈક્વિટી શેર્સ, હેમંત જોસ બેરોસ દ્વારા 8,802 ઇક્વિટી શેર્સ, હેમંત જગ્ગી દ્વારા 4,401 ઇક્વિટી શેર્સ, કે.આર.વી.એસ. વારાપ્રસાદ દ્વારા 2,201 ઇક્વિટી શેર્સ, કે ઈ પ્રકાશ દ્વારા 39,610 ઇક્વિટી શેર્સ અને લવુ સહદેવ દ્વારા 1,320
સુધીના ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે.
કંપની આ ઓફરમાંથી મળેલી નેટ આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/પ્રિપેમેન્ટ માટે, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને એક્વિઝિશન દ્વારા ઈનઓર્ગેનિક વૃદ્ધિની પહેલને આગળ ધપાવવા માટે કરવા માગે છે.
એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડની સ્થાપના 2018માં પ્રમોટર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રભાત અગ્રવાલ તેમજ પ્રમોટર, હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રેમ સેઠી દ્વારા કરવામાં આવી હતી. તેની પાછળનું વિઝન એક સંગઠિત, પેન ઈન્ડિયા, ટેકનોલોજી પ્રેરિત અને ઈન્ટિગ્રેટેડ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ બનાવવાનું હતું જે સમગ્ર હેલ્થકેર ઇકોસિસ્ટમમાં વેલ્યૂ ઉમેરી શકે.
કંપની હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકોને ફાર્મસીઓ, હોસ્પિટલો અને ક્લિનિક્સ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. 31 માર્ચ, 2023 સુધીમાં દેશભરમાં કંપનીના 73 વેરહાઉસ હતા જે લાસ્ટ-માઈલ ડિલિવરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મસીઓ, હોસ્પિટલો અને ક્લિનિક્સ સાથેના સંબંધો દ્વારા હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે ઉપલબ્ધ કરાવવા સક્ષમ બનાવે છે. FY 21, FY22 અને FY23માં કંપનીએ અનુક્રમે 39,500, 64,200 અને 81,400 રિટેલ ગ્રાહકો અને 1,600, 2,500 અને 3,400 હોસ્પિટલ ગ્રાહકોને સેવા આપી હતી. આ ઉપરાંત FY23 સુધીમાં કંપની 1,900થી વધુ હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકો સાથે સપ્લાયના સંબંધો ધરાવે છે જે અમને 64,500થી વધુ પ્રોડક્ટ SKU સુધીની પહોંચ આપે છે.
ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, ડેમ કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.