ભારતમાં લોટસ કારની એન્ટ્રી! ₹2.55 કરોડની શરૂઆતની કિંમત સાથે લોન્ચ થઈ પહેલી કાર, જાણો શું છે તેમાં ખાસ
કંપનીએ આ કારને 3 વેરિયન્ટમાં લોન્ચ કરી છે અને આ કારની શરૂઆતની કિંમત રૂ. 2.55 કરોડ છે અને ટોપ વેરિએન્ટની કિંમત રૂ. 3 કરોડ સુધી જાય છે. આ સિવાય કંપની બીજી કારની એન્ટ્રી લાવવા જઈ રહી છે.
લોટસ કાર્સની ભારતમાં એન્ટ્રી લોટસ એલેટર આર લોન્ચ: લક્ઝરી અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક એસયુવી કારનું ઉત્પાદન કરતી બ્રિટિશ કંપની લોટસ કાર્સ આખરે ભારતમાં પ્રવેશી છે. દિવાળી પહેલા તહેવારોની મોસમનો લાભ લેવા માટે, કંપનીએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતમાં Lotus Eletre R લોન્ચ કર્યો છે. કંપનીએ આ કારને 3 વેરિયન્ટમાં લોન્ચ કરી છે અને આ કારની શરૂઆતની કિંમત 2.55 કરોડ રૂપિયા છે અને ટોપ વેરિઅન્ટની કિંમત 3 કરોડ રૂપિયા સુધી જાય છે. આ સિવાય કંપની બીજી કારની એન્ટ્રી લાવવા જઈ રહી છે. આ કાર Lotus Emira હશે અને કંપની આ કારને વર્ષ 2024માં લોન્ચ કરી શકે છે.
કંપનીએ પ્રથમ કાર સાથે ભારતમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ આ કારને 3 વેરિએન્ટ સાથે લોન્ચ કરી છે. કંપનીએ Lotus Eletre, Lotus Eletre S અને Lotus Eletre R લોન્ચ કર્યા છે. આ કારની શરૂઆતી કિંમત 2.55 કરોડ રૂપિયા છે. આ સિવાય Lotus Eletre S ની કિંમત 2.75 કરોડ રૂપિયા અને Lotus Eletre R ની કિંમત 2.99 કરોડ રૂપિયા છે.
Toyota Camry Launching: અગાઉના વર્ઝનની જેમ, નવી ટોયોટા કેમરીને માત્ર ભારતમાં જ એસેમ્બલ કરી શકાય છે, જે મજબૂત હાઇબ્રિડ વર્ઝનમાં ખરીદી શકાય છે. આ કાર અનેક અપડેટ ફીચર્સ સાથે એન્ટ્રી કરશે.
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઓક્ટોબરમાં આ ક્ષેત્રે વાર્ષિક 70 ટકા વૃદ્ધિ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ એથર એનર્જીએ 4500 કરોડ રૂપિયાના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે સેબીને અરજી કરી હતી.
નવી નિસાન મેગ્નાઈટ 11 રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં 6 મોનોટોન અને 5 ડ્યુઅલ-ટોનનો સમાવેશ થાય છે.