એપિગ્રાલ લિમિટેડએ અમદાવાદમાં એનુ પ્રથમ સંશોધન અને વિકાસ કેન્દ્ર શરૂ કર્યું
ભારતની અગ્રણી સંકલિત રાસાયણિક ઉત્પાદકો પૈકીની એક એપિગ્રાલ લિમિટેડએ આજે ગુજરાતના અમદાવાદમાં એનું પ્રથમ સંશોધન અને વિકાસ કેન્દ્ર શરૂ કર્યું હતું. આ એની સંશોધન ક્ષમતાઓ વધારવા અને સ્પેશિયાલ્ટી ઉત્પાદનો તરફ એની સફરને વેગ આપવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અમદાવાદ : ભારતની અગ્રણી સંકલિત રાસાયણિક ઉત્પાદકો પૈકીની એક એપિગ્રાલ લિમિટેડએ આજે ગુજરાતના અમદાવાદમાં એનું પ્રથમ સંશોધન અને વિકાસ કેન્દ્ર શરૂ કર્યું હતું. આ એની સંશોધન ક્ષમતાઓ વધારવા અને
સ્પેશિયાલ્ટી ઉત્પાદનો તરફ એની સફરને વેગ આપવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સંશોધન અને વિકાસ કેન્દ્ર અમદાવાદમાં ચાંગોદર વિસ્તારમાં સ્થિત છે, જે 14,347 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે તથા તેમાં અદ્યતન, અત્યાધુનિક ટેકનોલોજીઓ સ્થાપિત છે. આ ટેકનોલોજીઓ એપિગ્રાલને ભારતમાં પાછળ ઉત્પાદન માટે સ્પેશિયાલ્ટી રાસાયણિક મોલીક્યુલ્સની ઓળખને વેગ આપવા સક્ષમ બનાવશે. કંપની એક નિશ્ચિત લક્ષ્યાંક સાથે તબક્કાવાર રીતે રાસાયણિક ઉત્પાદકમાંથી ઇન-હાઉસ સંશોધનથી પ્રેરિત ઉત્પાદનો બનાવતી કંપની તરીકે વિકસીને વિશિષ્ટ કંપની બનવા આતુર છે.
આ કેન્દ્ર રૂ. 30 કરોડના પ્રારંભિક રોકાણ સાથે વિકસાવવામાં આવ્યું છે અને કંપની આગળ જતાં એની આવકમાં વધારો થવાની સાથે એની ક્ષમતા વધારવા વધારે રોકાણ કરશે. આ અંગે એપિગ્રાલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૌલિક પટેલે કહ્યું હતું કે, “એપિગ્રાલનું સંશોધન અને વિકાસ કેન્દ્ર ફાર્માસ્યુટિકલ અને એગ્રોકેમિકલ એક્ટિવ ઘટકોનું ઉત્પાદન કરવા માટે દૂરગામી ઉપયોગિતાઓ સાથે મોલીક્યુલ્સ બનાવવા તરફ એક પગલું છે.
સંશોધનમાં અમારું રોકાણ અમારી કંપનીની સ્થિર પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અમારી વ્યૂહરચના પર ભાર મૂકે છે, જેથી ભારતની આત્મનિર્ભર ક્ષમતાઓને વેગ મળે. અમે ભારતીય બજારમાં નવા મોલીક્યુલ્સ પ્રસ્તુત કરવાનું જાળવી રાખવા અને આપણી આયાત ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવવા ઇચ્છીએ છીએ.”
કંપની સંશોધન અને વિકાસ મારફતે ભારતમાં સ્વદેશી રીતે નવા મોલીક્યુલ્સ પ્રસ્તુત કરવાનો તથા સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોની ઉત્પાદનની જરૂરિયાતો પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે. આ કેન્દ્ર ક્લોરોટોલ્વીન ઇકોસિસટ્મ સાથે નવા મોલીક્યુલ્સનું સંશોધન કરવામાં અને આધુનિક સ્પેશિયાલ્ટી મધ્યસ્થી તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.
શેરબજાર લાંબા સમયથી રોકાણકારોને એક પછી એક આંચકા આપી રહ્યું છે. લાખો કરોડ રૂપિયા વેડફાયા છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં નિફ્ટી 22,000 ના સ્તર સુધી ઘટી શકે છે.
ભારતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹87,210 પર પહોંચી ગયો, જ્યારે 1 ગ્રામ ₹8,721 હતો. સોનાના ભાવમાં સતત વધારો વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.