એપિગ્રાલ લિમિટેડે CPVC સંયોજનનાં ઉત્પાદનમાં પ્રવેશ કર્યો
ભારતની અગ્રણી સંકલિત રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (અગાઉ મેઘમણી ફાઇનકેમ લિમિટેડ તરીકે જાણીતી હતી)એ ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) સંયોજનોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી.
ભારતની અગ્રણી સંકલિત રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (અગાઉ મેઘમણી ફાઇનકેમ લિમિટેડ તરીકે જાણીતી હતી)એ ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) સંયોજનોમાં એની કામગીરીનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. 35,000 TPAની ક્ષમતા સાથે CPVCના ઉત્પાદનનો પ્લાન્ટ ગુજરાતનાં દહેજમાં નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે.
એપિગ્રાલે જુલાઈ, 2022માં 30,000 TPAની CPVC રેઝિન ક્ષમતા ઊભી કરી હતી. ત્યારબાદ કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં ક્ષમતા વધારીને 75,000 TPA કરવાની જાહેરાત કરી હતી, જે રૂ. 25 કરોડના વધારાના મૂડીગત ખર્ચ સાથે CPVC સંયોજનના ઉત્પાદન માટે ઉપયોગ કરવાનો ભાગ બનશે. આ વિસ્તરણ સાથે એપિગ્રાલ દેશમાં CPVC રેઝિન અને CPVC સંયોજન એમ બંને પૂરાં પાડશે.
ઊંચી ઉષ્મા અને રસાયણોના અવરોધક CPVC રેઝિનનો બહોળો ઉપયોગ ઔદ્યોગિક અને સ્થાનિક ઉદ્દેશો માટે પાઇપ બનાવવા માટે થાય છે. ભારત CPVC રેઝિન અને CPVC સંયોજનની માગનો ચોખ્ખો આયાતકાર છે. એપિગ્રાલે CPVC સંયોજનોનાં ઉત્પાદનમાં પ્રવેશ કરવાની સાથે કંપનીનો ઉદ્દેશ સ્થાનિક પુરવઠાનું વોલ્યુમ ઉમેરવાનો છે, જેથી માગ અને પુરવઠા વચ્ચેનો ફરક દૂર કરવામાં મદદ મળશે.
આ અંગે એપિગ્રાલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૌલિક પટેલે કહ્યું હતું કેઃ “અમે એક વર્ષથી વધારે સમયથી આ બજારમાં મોટા પાયે પ્રદાન કરી રહ્યાં છીએ, જેથી અમે કિંમતી બજાર અને સેક્ટરની ઉપયોગી જાણકારી મેળવી શક્યાં છીએ. CPVCની વધતી ઉપયોગિતાની સાથે ભારતમાં નિર્માણ ઉદ્યોગની મોટા પાયે વૃદ્ધિ આ વ્યવસાયના વધારાની પ્રચૂર તકો પૂરી પાડે છે.”
શ્રી પટેલે ઉમેર્યું હતું કે, “આ વિસ્તરણ CPVC રેઝિનના અમારાં મૂડીગત ખર્ચ સાથે સમન્વય ધરાવે છે. એક મહત્વાકાંક્ષી અને ગતિશીલ કંપની તરીકે અમે અમારી વૃદ્ધિને સતત જાળવવા ભવિષ્યમાં વધારે વિસ્તરણ કરીશું એવી અપેક્ષા છે.”
નિર્મલા સીતારમણ જેસલમેરમાં 55મી GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરે છે, જેમાં આરોગ્ય અને જીવન વીમા માટે GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અંદર કી અપડેટ્સ.
RBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને નાણાકીય સ્થિરતા પર તેની અસરને હાઈલાઈટ કરીને, અતિશય લોકશાહી ખર્ચ સામે ભારતીય રાજ્યોને ચેતવણી આપે છે. મુખ્ય આંતરદૃષ્ટિ અને ઉકેલો શોધો.
લખનૌ, શ્રાવસ્તી એરપોર્ટ, NH-27 અને ભારત-નેપાળ સરહદને જોડતો આ સુધારેલ હાઇવે મુસાફરીનો સમય ઘટાડવા અને સમગ્ર ઉત્તર ભારતમાં વેપારને વેગ આપવા માટે સુયોજિત છે. તે આર્થિક તકો પણ ખોલશે અને પ્રદેશમાં ઉદ્યોગો, પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપશે.