વારંવાર મરામત બાદ પણ રાજપીપળામાં વીજળી ડૂલ, રહીશો પરેશાન
ક્યારેક લાઈન માં ફોલ્ટ તો ક્યારેક ઝાડ ની ડાળખી પડવાની સમસ્યા થી અવાર નવાર લાઇટ જવાની તકલીફ જોવા મળતી હોય તો મેન્ટેનન્સ કેવું કરાઇ છે.?
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા શહેર માં વીજ કંપની દ્વારા તગડા બિલો ભરતા ગ્રાહકો ને વીજળી બાબતે પૂરતો સંતોષ મળતો નથી કેમકે અવાર નવાર લાઈટો જવાની તકલીફ નો અંત આવતો નથી જેમાં લગભગ દર મહિને એક બે વખત મેન્ટેનન્સ માટે કલાકો લાઈટો બંધ રાખવા છતાં લાઇટ જવાની તકલીફ ત્યાંની ત્યાં જ છે
તાજેતર માં લગભગ બે વખત મેન્ટેનન્સ માટે અલગ અલગ વિસ્તારો માં કલાકો લાઈટો બંધ રાખી કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં ગુરુવારે વહેલી સવારે લોકો ભર નિંદ્રા માં હતા ત્યારે લગભગ મળસ્કે ચાર વાગે અચાનક વીજળી જતી રહી અને ત્રણ કલાક બાદ એટલે કે સાત વાગે વીજળી ફરી આવી હતી જેમાં રાજપીપળા નાં મોટા ભાગના વિસ્તારો માં પીવાનું પાણી સવારે પાચ વાગે આવતું હોય જે નહિ આવતા કે મોડું આવતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી.
ગૃહિણીઓનું કહેવું છે કે છાસવારે જી. ઇ.બી. વાળા રીપેરીંગ માટે ચાર પાચ કલાક લાઈટો બંધ રાખે છે છતાં વારંવાર કેમ લાઈટો જાય છે..? અને લાઈટો ગયા બાદ પણ કલાકો સુધી ફોલ્ટ નહિ મળતાં લોકો હેરાન થઈ રહ્યા છે.તો શું વીજ કંપની રીપેરીંગ નાં નામે કોઈજ કામગીરી કરતી નથી..? તગડા બિલો ભરત ગ્રાહકો ને નિયમિત લાઇટ મળે તો સારું તેમ ગૃહિણીઓ નું કહેવું છે.
રાજપીપળામાં વીજ કાપ, રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો, વીજ કંપની રાજપીપળામાં વીજ પુરવઠો ઠીક કરતી નથી, વીજ કાપથી રાજપીપળાના રહીશો રોષે ભરાયા, વીજ કંપની રાજપીપળામાં નિયમિત વીજ પુરવઠો આપતી નથી,
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.