આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે વોક ફોર HER-2 ચેરીટી વોકનું આયોજન
આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
અમદાવાદ : આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ એપ દ્વારા વોટ્સઅપ ઉપર “HI” કરીને સંસ્થાના ફોન નંબર 89800 02345 અથવા www.ashirvadfaoundation.org આપને દાનમાં આપવા વિનંતી. આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક સીએ આર એસ પટેલ “વોક ફોર HER-2” ચેરીટી વોકના સંદર્ભે જણાવે છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલા ચેરિટી વોકમાં પ્રજાજનોને ચાલેલા પગલાનું દાન કરવાની અપીલ કરી છે. આ પ્રોગ્રામ દ્વારા ચાલનાર વ્યક્તિઓની તંદુરસ્તી સચવાય તે ઉપરાંત તેમના પગલાના દાન સામે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેકઅપથી કોઈ એક મહિલાનું જીવન બચાવી શકાય તેવો ઉમદા
હેતુ છે. આ ચેરિટી વોકમાં વ્યક્તિઓ, કોર્પોરેટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ જોડાઇ શકે છે.
સમાજના દરેક વર્ગને અને દરેક વયજૂથના લોકોને અપીલ છે કે તમે માનવસેવાના આ ભગીરથ કાર્ય માટે વધુ અને વધુ સંખ્યાના પગલાંઓના દાન દ્વારા કોઈ એક મહિલાનું જીવન બચાવવાના અધિકારી બની શકશો. આપના પગલાનું દાન આપના વોટ્સઅપ ઉપર “HI” કરીને સંસ્થાના ફોન નંબર ૮૯૮૦૦૦૨૩૪૫ અથવા www.ashirvadfaoundation.org ઉપર મોકલવા વિનંતી.
વધુ માહિતી માટે સંપર્ક : 9898235141
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે