મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે પીઆઈબી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અને
હિન્દી પખવાડા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી શ્રીએ આપેલ પંચ પ્રણો પર શપથ પણ લેવામાં આવ્યા હતા અને હાલમાં ચાલી રહેલ સરકારશ્રીના કાર્યક્રમ મેરી માટી, મેરા દેશ
ફેઝ-2.0, અંતર્ગત ઘરે-ઘરેથી એકત્રિત કરવામાં આવેલ માટીમાં સહયોગ આપવા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના કર્મચારી અને અધિકારીઓને આહ્વાન કરવામાં
આવ્યું હતું.
દેશની આઝાદીમાં શહીદી વહોરનારા આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન મેરી મિટ્ટી મેરા દેશ
અંતર્ગત દેશના દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જે આપણા શહિદો છે, જેઓને દેશના નાગરિકો નથી જાણતા એવા અનસંગ હિરોને શ્રદ્ધાંજલિ આપવાના
કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના ગુજરાત રીઝનના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદુમ, નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના નિદેશક શ્રીમતી મનિષાબેન
શાહ, કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદના નાયબ નિયામક શ્રી ચિરાગ ભોરાણીયા તથા પીઆઈબી, સીબીસી અને પ્રકાશન વિભાગના અધિકારીઓ તથા
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારે રવિ કૃષિ મહોત્સવ-2024ની જાહેરાત કરી છે, જે 6 અને 7 ડિસેમ્બરે યોજાનાર છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને અદ્યતન કૃષિ પદ્ધતિઓ અને તકનીકોથી સજ્જ કરવાનો છે.
મહેસાણા સ્થિત રાધે ગ્રૂપ અને ટ્રોગન ગ્રૂપ સહિત તેના ભાગીદારોને ટાર્ગેટ કરીને આવકવેરા વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શ્રેણીબદ્ધ સંકલિત દરોડા પાડ્યા છે.
ગુજરાતના ભુજમાં આવેલ સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે તેનું સ્થાન પ્રાપ્ત કરીને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ પ્રાપ્ત થયું છે.