એવરેડી તેની નવી અને સુધારેલી અલ્ટીમા આલ્કલાઇન બેટરી રેન્જ લોન્ચ કરતાં કહે છે “ખેલેંગે તો સીખેંગે”
એવરેડીએ ટીવીસી કેમ્પેઈન બહાર પાડ્યું જે દર્શાવે છે કે કેવી રીતે બાળકો બેટરીથી ચાલતા રમકડાં સાથે નોન-સ્ટોપ પ્લે દ્વારા મહત્વપૂર્ણ મૂલ્યો અને પાઠ શીખે છે,
અલ્ટીમા રેન્જની 400% વધુ શક્તિ દર્શાવે છે જે બેટરી સંચાલિત રમકડાં સાથે નોન-સ્ટોપ રમવાની શક્તિ આપે છે, એન્ટી-લીક ટર્બોલોક ટેક્નોલોજી સાથે, આ ઈકો-ફ્રેન્ડલી બેટરીઓ મર્ક્યુરી, લીડ અને કેડમિયમ ધરાવતી નથી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે એવરરેડીની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી છે.
નવી દિલ્હી: ભારતની નંબર 1 બેટરી બ્રાન્ડ અને બેટરી કેટેગરીમાં 50% કરતા વધુ બજાર હિસ્સો ધરાવતી એવરેડી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (ઈઆઈઆઈએલ) તેની
અલ્ટીમા આલ્કલાઇન બેટરીની નવી અને સુધારેલી રેન્જ રજૂ કરી છે. નવી રેન્જમાં પ્રભાવશાળી 400% લાંબા સમય સુધી ટકી રહેવાનો દાવો કરતી AA/AAA
એવરેડી અલ્ટીમા બેટરી તેમજ નોંધપાત્ર 800% લાંબા સમય સુધી ટકી રહેવાનો દાવો કરતી AA/AAA/D એવરેડી અલ્ટીમા પ્રોનો સમાવેશ થાય છે જે આલ્કલાઇન ટેકનોલોજી સાથે સૌથી શક્તિશાળી બેટરીઓ છે. આ બેટરીઓ આધુનિક ડિવાઈસીસ અને હાઇ-ડ્રેન એપ્લિકેશનના સ્પેક્ટ્રમમાં સતત પર્ફોર્મન્સ આપવાનું લક્ષ્ય રાખે છે જે તાજેતરના વર્ષોમાં વધુ સામાન્ય બની ગયા છે જેમ કે રમકડાં, વીડિયો ગેમ્સ, સ્માર્ટ રિમોટ્સ, વાયરલેસ કીબોર્ડ/માઉસ સેટઅપ્સ,
ટ્રીમર અને મેડિકલ ઇક્વિપમેન્ટ.
એવરેડી અલ્ટીમા એક ડાયનેમિક કેમ્પેઈન - ખેલેંગે તો સીખેંગે દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ઓગિલ્વી દ્વારા કલ્પના કરાયેલ આ કેમ્પેઈન રમત પર એક નવો પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે જે બાળકો માટે તેના મહત્વને પ્રકાશિત કરે છે અને રમતને માત્ર આનંદ પૂરતી સીમિત ન રાખતાં બેટરીથી ચાલતા રમકડાં સાથે રમતાં-રમતાં શીખવાનો આનંદ લેવા પર ભાર મૂકે છે. આમ, તે સમાજમાં પ્રવર્તતી ધારણાને પડકારે છે. ટીવીસી કેમ્પેઈન એક માતાનો દ્રષ્ટિકોણ દર્શાવે છે કારણ કે તેના નાના બાળકો બેટરીથી ચાલતા રમકડાં સાથે નોન-સ્ટોપ રમે છે અને તેમની આસપાસના લોકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાઈને દરરોજ મિત્રતા, શેરિંગ અને કરૂણા જેવા મહત્વપૂર્ણ મૂલ્યો અને જીવનના જરૂરી પાઠ શીખે છે. આ કેમ્પેઈન બેટરીની નવી અને સુધારેલ આલ્કલાઇન રેન્જ - અલ્ટીમા પણ લોન્ચ કરે છે જે લાંબા સમય સુધી ચાલતા રમકડાં અને ગેજેટ્સ માટે 400% વધુ પાવર ધરાવે છે. દેખાવ અને ક્ષમતા બંનેમાં પરિવર્તન સાથે આ બેટરી એવરેડીની નવીનતા અને શક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સમાવે છે, જે ઉદ્યોગમાં શ્રેષ્ઠતા માટે નવા બેન્ચમાર્ક સેટ કરે છે.
આ પ્રસંગે એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને એસબીયુ હેડ (બેટરી અને ફ્લેશલાઈટ) અનિર્બાન બેનર્જીએ જણાવ્યું હતું કે, “વર્તમાનને સશક્ત બનાવવું, ભવિષ્યને ઊર્જા આપવી એ એવરેડીની સુધારેલી અલ્ટીમા બેટરી સિરીઝને વ્યાખ્યાયિત કરે છે. તેની સ્માર્ટ અપીલ અને લાંબા સમય સુધી ચાલતી શક્તિ ઊભરતી ગ્રાહક જરૂરિયાતો અને નવીનતાઓને ઉકેલવા માટેની અમારી પ્રતિબદ્ધતાને સાર્થક કરે છે. બેટરી સંચાલિત રમકડાં, સ્માર્ટ રિમોટ્સ, વાયરલેસ માઉસ, બીપી મશીનો વગેરે જેવા ડિમાન્ડિંગ ડિવાઇસને વધુ પાવરની જરૂર હોય છે. 400% અને 800% લાંબા સમય સુધી ચાલતી કામગીરી સાથે નવી
અને સુધારેલી અલ્ટીમા બેટરીઓ અમારી સીમાઓને આગળ ધપાવે છે જે વધુ પાવર માંગતી ડિવાઈસીસ માટે એકદમ યોગ્ય છે. બેટરીઓ એક અનોખી ટર્બોલોક ટેક્નોલોજીથી પણ સજ્જ છે જે લીકેજને અટકાવે છે અને ગ્રાહકની કિંમતી ડિવાઈસને બેટરીથી થતા નુકસાનથી બચાવે છે.
જવાબદાર નવીનતાના અમારા વિઝનના પુરાવા તરીકે, અલ્ટીમા બેટરીઓ પર્યાવરણને અનુકૂળ છે જેમાં મર્ક્યુરી, લીડ અને કેડમિયમ નથી. આ માત્ર પ્રોડક્ટ અપગ્રેડ નથી, તે આવતીકાલને વધુ સારી બનાવવા તરફનું એક પગલું છે.” ઓગિલ્વી ઈન્ડિયાના સીસીઓ સુકેશ નાયકે જણાવ્યું હતું કે, “ખેલેંગે તો સીખેંગે” એક
સશક્તિકરણ પ્લેટફોર્મ છે જે રમકડાં સાથે નવી રીતે રમવામાં મદદ કરે છે. બાળકો તેમના રમકડાં સાથે જે રમતો રમે છે તેનાથી તેમને ઘણુંબધું શીખવા મળે છે. ભાગીદારી, વહેંચણી, સંભાળ, ટીમ વર્ક, સહાનુભૂતિ અને અન્ય ઘણાં પાઠ સતત રમવા દ્વારા શીખી શકાય છે.
ભારતની નંબર વન બેટરી એવરેડી તેની નવી લાંબા સમય સુધી ચાલતી અલ્ટીમા બેટરી સાથે આ સશક્ત પ્લેટફોર્મને ઊભું કરવા માંગે છે અને સમગ્ર ભારતમાં દરેક ઘરના દરેક બાળકને દરરોજ કંઈક નવું અને અર્થપૂર્ણ શીખવામાં મદદ કરવા માંગે છે.” અલ્ટીમા આલ્કલાઇન બેટરી રેન્જ 10 બેટરીઓનું પેક અલ્ટીમા
(એમઆરપી રૂ. 22) અને છ બેટરીઓનું પેક અલ્ટીમા પ્રો (એમઆરપી રૂ. 45) ઓફર કરે છે જે એન્ટી-લીક ટર્બોલોક ટેક્નોલોજી સાથે, લીક પ્રોટેક્શનને મજબૂત બનાવે છે અને યુઝર્સની ડિવાઈસીસને સુરક્ષિત અને કાર્યશીલ રહે તે સુનિશ્ચિત કરે છે.
તાજેતરમાં એવરેડીએ વ્યૂહાત્મક બ્રાન્ડ પરિવર્તનને દર્શાવતા તેના નવા લોગોનું પણ અનાવરણ કર્યું હતું જે નવીનતા, જીવંતતા, આધુનિકતા, વિશ્વાસ અને સહાનુભૂતિ માટે પ્રતિબદ્ધ ફ્યુચર-રેડી અને સેલ્ફ-અવેર બ્રાન્ડ બનાવે છે. નવો લોગો ઇન્ફિનિટી લૂપમાંથી પ્રેરણાને પ્રતિબિંબિત કરે છે જે શક્તિ અને ઊર્જાના અનંત સ્ત્રોતનું પ્રતીક દર્શાવતા ફ્લુઈડ શેપમાં પરિવર્તિત થાય છે. તેની સતત આકાંક્ષા સાથે એવરેડીનો ઉદ્દેશ્ય ભારતમાં ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા વ્યવસાયોને ચલાવવાનો છે જે ટકાઉ, ઉચ્ચ સ્તરે લઈ જઈ શકાય તેવા અને નફાકારક છે અને શ્રેષ્ઠતા તથા ગ્રાહક-કેન્દ્રિતતા દ્વારા તમામ હિતધારકો માટે ઉચ્ચ મૂલ્ય પ્રદાન કરે છે.
નોંધઃ
મોટર/રમકડાં માટે IS 8144 : 2018 R6P સ્ટાન્ડર્ડ કરતાં 400% લાંબો સમય ચાલે છે. ડિવાઈસ અથવા ઉપયોગની પેટર્ન મુજબ પરિણામો બદલાઈ શકે છે
પલ્સ ટેસ્ટ માટે IS 8144 : 2018 R6P સ્ટાન્ડર્ડ કરતાં 800% લાંબો સમય ચાલે છે. ડિવાઈસ અથવા ઉપયોગની પેટર્ન મુજબ પરિણામો બદલાઈ શકે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.