Excise Policy Case: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
Delhi Liquor Policy Case: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેણે પત્નીની બગડતી તબિયતના આધારે જામીન માંગ્યા હતા.
Delhi Excise Policy Case: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મીડિયા ઈન્ચાર્જ વિજય નાયર, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગસાહસિકો અભિષેક બોઈનાપલ્લી અને બિનય બાબુની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે.
આ તમામ ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં સહ-આરોપી છે. દિલ્હી હાઈકોર્ટમાં EDએ મનીષ સિસોદિયાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે મનીષ સિસોદિયા પાસે 18 થી વધુ મંત્રાલયો છે. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. જો તેને જામીન આપવામાં આવે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નીતિનો અમલ કર્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. હાઈકોર્ટે દ્વારા CBI કેસમાં 30 મી મેના રોજ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ED દ્વારા 9 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. 2 જૂને કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મનીષ સિસોદિયાએ મલ્ટીપલ સ્ક્લેરોસિસથી પીડિત તેની પત્નીની બગડતી તબિયત સહિત વિવિધ આધારો પર જામીન માંગ્યા છે. ભૂતકાળમાં તેને તેની બીમાર પત્નીને મળવા માટે થોડા કલાકો છૂટ આપવામાં આવી હતી. EDએ સિસોદિયા સહિત અન્ય આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો છે.
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય સુધી સફળ પરીક્ષણ કર્યું, જે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં ઐતિહાસિક સફળતા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે વધુ જાણો.
"ભારત-ફ્રાન્સની 63,887 કરોડની રાફેલ જેટ ડીલથી નૌકાદળ મજબૂત! જાણો ભારત-પાકિસ્તાન તણાવમાં રાફેલની ખાસિયતો અને સંરક્ષણ સોદાની વિગતો."
કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરવા માટે kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માંગતા કોઈપણ પ્રવાસી ઓનલાઈન અરજી કરી શકે છે.