ફિઝિકલથી ડિજિટલ વિકલ્પોથી સોનામાં રોકાણ કરવાની અલગ અલગ રીત શોધો
સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે.
સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે.
1) ફિઝિકલ ગોલ્ડ – રોકાણકારો સોનું ખરીદી કરવા માટે પસંદ કરે તે એક સૌથી આસાન રીત ફિઝિકલ ગોલ્ડ છે. રોકાણકારો નામાંકિત જ્વેલર પાસેથી સોનાની જ્વેલરી અથવા સિક્કા /લગડી ખરીદી શકે છે.
I. રોકાણકારો મૂલ્યનો ભંડાર માનીને પ્રત્યક્ષ સોનું ખરીદી કરવાનો વિચાર કરતા હોય છે. તેઓ ઘરમાં, સ્ટોરેજ સુવિધા અથવા બેન્કના વોલ્ટમાં કોઈ પણ સમયે જઈને તેમનું સોનું જોઈને મનની શાંતિ કરી લે છે.
II. વળી, કમાણીના અહેવાલો, ડિવિડંડમાં બદલાવ અને વ્યાજની ચુકવણી વિશે તેમને ખરેખર ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
III. લિક્વિડિટી - પ્રત્યક્ષ સોનપં પૃથ્વી પર ગમે ત્યાં બહુ આસાનીથી રોકડમાં લિક્વિડેટ કરી શકાય છે.
IV. હેક નહીં થઈ શકે - તમને તમારા હાથોમાં સોનાના સિક્કા કે જ્વેલરી પકડવા માટે વીજ કે ઈન્ટરનેટની જરૂર હોતી નથી. તે હેક કે ડિલીટ નહીં કરી શકાય.
V. વારસદારો માટે આદર્શ એસેટ – રોકાણકાર પ્રત્યક્ષ સોનામાં રોકાણ કરે ત્યારે તેઓ તે આસાનીથી તેમના સંતાન અથવા પૌત્રો માટે છોડી જઈ શકે છે.
VI. નાણાંની બચત કરવાની આસાન રીત- પ્રત્યક્ષ સોનામાં રોકાણ ભવિષ્ય માટે નાણાં બચાવવામાં તમને મદદ કરી શકે છે, જ્યારે લાંબે ગાળે તમે નોંધપાત્ર વળતરો કમાણી પણ કરી શકો છો.
I. પ્રત્યક્ષ સોનું જો બેન્કના લોકરમાં રાખવામાં ,આવે તો અમુક તબક્કે સ્ટોરેજ ખર્ચ લાગુ થાય છે.
II. પ્રત્યક્ષ સોનું વ્યાજ /ડિવિડંડ જેવી કોઈ પણ સ્થિર આવક પૂરી પાડતું નથી.
III. જ્વેલરી ખરીદી કરવાથી પણ ઘડામણ શુલ્ક તેમ જ વેસ્ટેજ લાગુ થાય છે.
I. ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં રોકાણ કરો.
II. સોવરેન ગોલ્ડ બોન્ડ્સની ખરીદી.
નિપ્પોન ગોલ્ડ ઈટીએફ, એસબીઆઈ ગોલ્ડ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ઈટીએફ, ઈન્વેસ્કો ઈન્ડિયા ગોલ્ડ ઈટીએફ, એચડીએફસી ગોલ્ડ ઈટીએફ ભારતમાં ટોપ 5 ગોલ્ડ ઈટીએફ છે.
એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ અને ટ્રેડિંગ થાય છે.
કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ થાય છે.
ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનાની ખરીદી /રિડીમ
રિડીમ કરતી વખતે પ્રત્યક્ષ સોનું નહીં પણ સમકક્ષ મૂલ્યની રોકડ મળે છે
ઈટીએફ પ્રત્યક્ષ સોનામાં રોકાણની તુલનામાં બહુ ઓછો ખર્ચ ધરાવે છે.
સોનાની શુદ્ધતાની બાંયધરી મળે છે.
દરેક યુનિટ ઉચ્ચ શુદ્ધતાના પ્રત્યક્ષ સોનાનો આધાર ધરાવે છે.
પારદર્શક અને અસલ સમયની સોનાની કિંમતો.
શેરબજાર પર લિસ્ટેડ અને ટ્રેડિંગ.
સોનું ધરાવવાની કર કાર્યક્ષમ રીત, કારણ કે તેમાંથી કમાવવામાં આવતી આવક લાંબા ગાળાનો મૂડીલાભ તરીકે ગણવામાં આવે છે.
વેલ્થ ટેક્સ નહીં, સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ નહીં, વેટ નહીં અને સેલ્સ ટેક્સ નહીં.
ચોરીનો ડર નહીં- સુરક્ષિત અને સંરક્ષિત, કારણ કે યુનિટ્સ ડિમેટમાં હોય છે. સેફ ડિપોઝિટ લોકર શુલ્કથી પણ બચી જવાય છે.
ઈટીએફ લોન માટે કોલેટરલ તરીકે સ્વીકારવામાં આવે ચે.
એન્ટ્રી અને એક્ઝિટ લોડ નહીં.
તે શેરબજારમાં વેચી શકાય છે.
ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ.
લિક્વિડેટ કરવામાં આવે ત્યારે સોનાની ઘરઆંગણાની બજારકિંમતે નાણાં મળે છે.
એએમસી ઈટીએફમાં 1 કિલોની સમકક્ષ અથવા તેના ગુણાંકમાં પ્રત્યક્ષ સ્વરૂપમાં ગોલ્ડ ઈટીએફ યુનિટ્સનું રિડેમ્પશન પણ મંજૂર કરે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સોનામાં ડિજિટલ રોકાણ કરવાની એક રીત છે. આ બોન્ડ્સ ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આ બોન્ડ્સ 1 ગ્રામના બેઝિટ યુનિટ સાથે સોનાના ગ્રામના ગુણાંકમાં મૂલવવામાં આવે છે.
બોન્ડની મુદત 8 વર્ષનો સમયગાળો છે, જેમાં વ્યાજની ચુકવણીની તારીખો પર 5મા, 6ઠ્ઠા, 7મા વર્ષમાં એક્ઝિટ કરવાનું અપનાવી શકાય છે. લઘુતમ મંજૂર મર્યાદા 1 ગ્રામ સોનું છે અને વ્યક્તિ દીઠ મહત્તમ મંજૂર મર્યાદા 4 કિલો, એચયુએફ માટે 4 કિલો અને ટ્રસ્ટો અને સમયાંતરે સરકાર દ્વારા સૂચિત નાણાકીય વર્ષ દીઠ (એપ્રિલ- માર્ચ) આવી જ સંસ્થાઓ માટે 20
કિલો છે.
રિડેમ્પશન કિંમત આઈબીજેએ દ્વારા પ્રસિદ્ધ ગત 3 કામકાજના દિવસની 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતની સહજ સરેરાશને આધારે ભારતીય રૂપિયામાં રહેશે. રોકાણકારોને નજીવા મૂલ્ય પર અર્ધવાર્ષિક ચૂકવવાપાત્ર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે ભરપાઈ કરાશે. બોન્ડ્સ આરબીઆઈ દ્વારા સૂચિત તારીખે જારી કર્યાના પખવાડિયામાં શેરબજાર પર ટ્રેડ કરી
શકાય છે.
આ વિકલ્પમાંથી રોકાણકારો તેમની જરૂરત અને જોખમભૂખને આધારે રોકાણ કરવાનું પસંદ કરી શકે છે. રોકાણકારોને અમારી સલાહ બહેતર ડાઈવર્સિફિકેશન માટે સોનામાં તેમના પોર્ટફોલિયોના કમસેકમ 10 ટકા રોકાણ કરવાની છે.
(શ્રી પ્રથમેશ માલિયા દ્વારા, ડીવીપી રિસર્ચ, નોન- એગ્રો કોમોડિટીઝ અને કરન્સી, એન્જલ વન લિ.)
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.