દુનિયાભરમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન
સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સમગ્ર વિશ્વમાં સ્થગિત થઈ ગયું છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબની સેવાઓ પણ બંધ છે. લોકો તેમના એકાઉન્ટમાં લૉગિન કરી શકતા નથી. યુઝર્સ સતત ચિંતામાં રહે છે. લાખો યુઝર્સે આ અંગે જાણ કરી છે. ફેસબુક ભારતીય સમય અનુસાર 8.52 મિનિટે બંધ થઈ ગયું.
દુનિયાભરના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હજારો લોકો ટ્વિટર પર આ સમસ્યા વિશે પોસ્ટ કરી રહ્યા છે. આઉટેજને કારણે યુઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એક્સેસ કરી શકતા નથી.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફેસબુકે થોડા સમય માટે સમગ્ર ભારતના એકાઉન્ટ લોગઆઉટ કરી દીધા છે. ફેસબુક ધારકો નોંધ લે, ફેસબુક છેલ્લા કેટલાક સમયથી કોઈપણ માહિતી વિના ડાઉન છે. ટૂંક સમયમાં ફેસબુક તેના અપડેટ સાથે પાછું આવશે.
ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ફોસિસ પ્રાઈઝના વિજેતાઓની જાહેરાત પહેલા ઘણાં વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
Geyser Using Tips: શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પણ ઈલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વીજળીનું બિલ ખૂબ જ વધી શકે છે.
રેડમીએ તેના બજેટ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. રેડમીનો આ સસ્તો ફોન અડધાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ગયા વર્ષે લૉન્ચ થયેલો આ Redmi ફોન તેની લૉન્ચ કિંમત કરતાં 8,000 રૂપિયા સસ્તો છે.